શોધખોળ કરો

PMના રોડ શોને કારણે અમદાવાદ-ગાંધીનગરના રૂટ બદલાયા: જાણો કયા માર્ગો બંધ, કયા ખુલ્લા?

ગાંધીનગર અપ ડાઉન કરનારાઓ માટે ખાસ સૂચના; ફ્લાઇટના યાત્રીઓ વહેલા નીકળે, બપોરથી નો પાર્કિંગ ઝોન લાગુ.

Ahmedabad traffic diversion May 26: આગામી સોમવાર, ૨૬ મે, ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં વડાપ્રધાનના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી યોજાનારા આ રોડ શોને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને સુવિધા માટે કેટલીક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે, જેથી કોઈને અગવડ ન પડે.

તારીખ ૨૬ મે, ૨૦૨૫, સોમવારના રોજ અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ ખાતે માનનીય વડાપ્રધાનના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર જનતાને નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા માટે અપીલ કરી છે.

અમદાવાદ ગાંધીનગર અપ ડાઉન કરનારાઓ માટે

દૈનિક અમદાવાદથી ગાંધીનગર અપ ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. જે માટે: ૧. સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ. ૨. ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે.

એરપોર્ટ જનારા યાત્રીઓ માટે વિશેષ અપીલ

જે યાત્રીઓની ફ્લાઇટ સાંજે ૬ વાગ્યાથી ૯ વાગ્યાની વચ્ચે છે, તેઓને નમ્ર અપીલ છે કે પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક અગાઉ નીકળવાનું આયોજન કરે. તેમજ, ફ્લાઇટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે.

ટ્રાફિક નિયંત્રણ અને નો પાર્કિંગ ઝોન

  • ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર ૧૬:૦૦ કલાક (સાંજે ૪ વાગ્યા) પછી માત્ર રોડ શો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
  • એ જ રીતે, ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને Pristine હોટેલ કટથી એરપોર્ટ જવાનું રહેશે.
  • રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે ૫:૦૦ વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે.
  • સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ ૧૩:૦૦ કલાક (બપોરે ૧ વાગ્યા) પછી નો પાર્કિંગ ઝોન રહેશે.

સ્થાનિક રહીશો માટે અપીલ

હાંસોલ, કોતરપુર, નોબલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશોને નમ્ર અપીલ છે કે આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથી બહાર ન નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે.

ટ્રાફિક હેલ્પલાઇન

કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય કે ટ્રાફિક સંબંધિત માહિતી માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૦૯૫ પર સંપર્ક કરવા જણાવાયું છે. નાગરિકોના સહયોગથી આ કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થઈ શકશે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget