શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વિમાની સેવા થઈ શરૂ પણ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવી હાલત, પહેલા જ દિવસે શું પડ્યો લોચો ?
AI534 અમદાવાદથી દિલ્હી અને AI 614 અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ કરાઈ રદ કરવામાં આવી હતી.
અમદાવાદઃ લોકડાઉનની વચ્ચે દેશમાં બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ આજથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીની શરૂઆત થઈ છે. લગભગ બે મહિના સુધી હવાઈ મુસાફરી બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન સમગ્ર દેશમાં આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4:45 મીનિટે પુણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી.
ગુજરાતમાં પણ અમદાવાદમાં સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત થઈ છે. જોકે ફ્લાઇટ સેવા શરૂ થતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ફ્લાઇટ શરૂ થતા જ એર ઇન્ડિયાની 2 ફ્લાઈટ મુસાફરોને જાણ કર્યા વિના રદ્દ કરી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ AI534 અમદાવાદથી દિલ્હી અને AI 614 અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ કરાઈ રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ રદ્દ થતા મુસાફરોએ અન્ય ફ્લાઇટમાં બુકિંગ કરાવાવની ફરજ પડી હતી.
આજે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતા ફ્લાઈટ રદ્દ થવા ઉપરાંત પણ મુસાફરાનો અનેક મશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘણાં મુસાફરો ઈ-પાસના ચક્કરમાં અટવાયા હતા. 77 વર્ષીય એક વૃદ્ધ બળવંતભાઈ પંચાલ તેમના પત્ની સાથે બેંગ્લોર જઈ રહ્યા હતા જોકે ફ્લાઇટ બળવંતભાઈને લીધા વિના જ ટેકઓફ થઈ ગઈ હતી. તેમની પાસે ઈ-પાસ ન હોવાને કારણે ફ્લાઇટ તેમનેલીધા વિના જ ટેકઓફ થઈ ગઈ હતી. જોકે એરલાઈન્સ કંપનીએ સાંજે લઈ જવાની ખાતરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion