શોધખોળ કરો

Gujarat Bandh: કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન, ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસન હોવાનો જગદીશ ઠાકોરને આરોપ

Gujarat News: ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે.

Gujarat Bandh: કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે. કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને અને લોકોને બંધમાં જોડવા અપીલ કરી છે. લોકોને  સ્વેચ્છાએ બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે.

ગુજરાત બંધના પગલે કોલેજ બંધ કરાવાઈ છે. અમદાવાદમાં NSUI દ્વારા GLS યુનિવર્સિટીની કોલેજ બંધ કરાવાઈ છે. NSUIના કાર્યકરો દ્વારા શાળા કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની અટકાયત કરાઈ છે. વિરમગામ પોલીસે અટકાયત કરી છે.

ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસનઃ જગદીશ ઠાકોર

ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે. દુકાન બંધ રાખશો તો બીજા દિવસે સરકારી હેરાનગતિ માટે તૈયાર રહેજો તેવી ધમકી આપે છે. વેપારીઓને ધમકાવીને બંધને નિષ્ફળ રાખવાનો પ્રયાસ ભાજપ કરે છે. ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસન ચાલે છે.

અંબાજી પગપાળા ગયેલા હારિજના પદ યાત્રિકને અજાણ્યા વાહને ટક્કર મારતાં થયું મોત

બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો યોજાઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો પદપાળા પહોંચ્યા છે. આ દરમિયાન પદયાત્રાળુઓ પર વાહન ફરી વળવાની બે કરૂણ ઘટના બની છે ત્યારે હવે ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અંબાજી ચાલતા ગયેલા હારિજના પદ યાત્રિકનું મોત થયું છે.

મળતી વિગત પ્રમાણે, શ્રદ્ધાળુ હારિજથી ચાલતા અંબાજી દર્શને ગયા હતા. જ્યાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ચાલતા જતા સમય અજાણ્યા વહાન ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું. વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી કપાસ શરૂ કરી છે.

ચોટીલા પૂનમ ભરવા જઈ રહેલા પદયાત્રીને વાહને અડફેટે લેતા મોત

લીંબડી - રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત નિપજ્યું હતું. છાલીયા તળાવ પાસે પુરપાટ ઝડપે જતાં પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાલીને ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીથી અંદાજે ૩૦ વ્યક્તિનો સંઘ ચાલીને ચોટીલા જઈ રહ્યો હતો.

અરવલ્લીના કૃષ્ણાપુર નજીક કાર ચાલકે પદયાત્રીઓને લીધા અડફેટે

થોડા દિવસ પહેલા માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા હતા. આ અકસ્તમાંતમાં કુલ 6 પદયાત્રીઓના મોત થયા હતા. જ્યારે 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત ને માલપુર સીએચસી ખસેડાય હતા. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વતની હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Embed widget