(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Lockdown: ગુજરાતના તમામ વેપાર-ધંધામાં બે દિવસનું લોકડાઉન પાળવા ક્યા મોટા વ્યાપાર સંગઠને કરી અપીલ ? કોને નહીં જોડાવા કહ્યું ?
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા હતા અને 94 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. આ દરમિયાન વ્યાપાર સંગઠન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ બંધ માટે અપીલ કરી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ (Gujarat Chamber of Commerce and Industry) વર્તમાનપત્રમાં જાહેર ખબર આપીને કહ્યું, કોરોનાના વધતા વ્યાપના કારણે કોરોના સંક્રમણની ચેઈન તોડવા તા.17 (શનિવાર) અને તા.18 (રવિવાર) એપ્રિલ, 2021 બે દિવસ માટે સમગ્ર ગુજરાતના સભ્ય મિત્રોને જનહિતમાં સ્વૈચ્છિક સ્વયંભૂ બંધ રાખવા નમ્ર વિનંતી છે. કન્ટીન્યૂ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસવાળા ઉદ્યોગો તથા જીવન જરૂરિયાતની વસ્તુઓના ઉદ્યોગો, વેપારીઓએ પોતાનો વ્યાપાર ચાલુ રાખવો. આ અપીલ આપણા સૌની સલામતી માટે કરેલ છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા હતા અને 94 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે. રાજ્યમાં શુક્રવારે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.
Coronavirus: દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલીવાર મોતનો આંકડો પહોંચ્યો સર્વોચ્ચ સપાટીએ