શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain: આજ 31મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન ખાતા દ્વારા સવારે બહાર પાડવામાં આવેલી આગાહી મુજબ, આગામી 3 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

Gujarat Rain: આજ 31મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન ખાતા દ્વારા સવારે બહાર પાડવામાં આવેલી આગાહી મુજબ, આગામી 3 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની આગાહી
દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 41 થી 61 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અહીં 15 mm/hr થી વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 60% થી વધુ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, અને ટ્રાફિક જામ થઈ શકે છે. 

મધ્યમ વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 40 kmph કરતાં ઓછી ઝડપે પવન સાથે 5 થી 15 mm/hr નો મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં વીજળી પડવાની સંભાવના 30 થી 60% છે. આ પ્રકારના વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

હળવો વરસાદ
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ

સવારે 7 કલાકના અપડેટ પ્રમાણે પાણીની આવકમાં ધરખમ ઘટાડો થતા 15 પૈકી 5 દરવાજા બંધ કરાયા છે. હાલ 10 દરવાજા 1.40 મીટર ખોલી 1,00,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 મળી નદીમાં 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

18 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતા આવતીકાલે, એટલે કે ૩૧મી ઓગસ્ટના રોજ રાજ્યના ૧૮ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આથી, સંબંધિત તંત્ર અને લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget