(Source: ECI/ABP News/ABP Majha)
લાંબા વિરામ પછી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન, જાણો ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આજે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢના માળીયા હાટીના, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. આજે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢના માળીયા હાટીના, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ ફરી વરસાદીની એન્ટ્રી થઈ છે. માળીયા તાલુકા આસપાસમાં પહેલા વરસાદમાં વાવણી થઇ હતી . જ્યારે કેશોદ તથા આસપાસમાં વરસાદમાં હતો.
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વેરાવળના કોડીદ્રા, પંડવા, ભેટાળી, માથાસુરીયા, લુભા અને આજુબાજૂના ગામોમા વરસાદ પડ્યો હતો. વિરામ બાદ ફરી વરસાદના આગમનથી મગફળી સોયાબીન જેવા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
દીવ, કોડીનાર અને ઉનામા વરસાદ શરૂ થયો છે. કેસરિયા, સોનારી, કાજરડી, તડ, ડોળાસા, દેવળી સહિતના ગામોમાં ધીમીંધારે વરસાદ પડી રહ્યો છે. પ્રવાસન સ્થળ દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ બાજુ દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો.
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામની બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે ગામની બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. બજારોમાં જોવા મળ્યા ગોઠણડૂબ પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે ખેતરો પાણીથી છલકાતા નેરાઓના પાણી બજારોમાં વહેતા થયા. પાણીના કારણે વિઠ્ઠલપુર જુના ગામ વિસ્તાર તેમજ આસપાસના ગામ લોકોને અહીંથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો..હાલ ધીમે-ધીમે બજારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.
આ ઉપરાંત નવસારી જિલ્લામાં બે સપ્તાહ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ વરસાદ થયો હતો. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા સર્કિટ હાઉસ ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક તો બીજી બાજુ વાવણીલાયક વરસાદ ની ખેડૂતો જોઈ રહ્યા છે.
સુરતમાં આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. વેસુ,VIP રોડ,યુનિવર્સિટી રોડ,મગદલ્લા ડુમસ રોડ પર વરસાદ પડ્યો હતો. ગણતરીની મિનિટોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડમાં વરસાદ શરૂ થયો છે. લાંબા સમય બાદ વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે.