શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ST સ્ટેન્ડ અને નાકા પર હેલ્થ તપાસ કરતાં એક જ દિવસમાં 24 કોરોનાગ્રસ્ત મળ્યા
કોરોનાગ્રસ્ત મળી આવેલ દર્દીઓમાંથી 11ને સમરસ કેર સેન્ટર, 4ને કોઠીયા હોસ્પિટલ, 2ને હોમ આઈસોલે શન અને 7ને તેમના વતન પરત મોકલાયા હતા.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પ્રવેશવાના જુદા જુદા રોડ પર કરવામાં આવેલ નાકાબંધી અને એસટી સ્ટેન્ડો પર આવતા પેસેન્જરોની હેલ્થ ચકાસણી કરતાં એક સાથે 24 કોરોના કેસ સામે આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ. દ્વારા કરવામાં આવેલ ચેકઅપમાં કોરોનાગ્રસ્ત મળી આવેલ દર્દીઓમાંથી 11ને સમરસ કેર સેન્ટર, 4ને કોઠીયા હોસ્પિટલ, 2ને હોમ આઈસોલે શન અને 7ને તેમના વતન પરત મોકલાયા હતા.
ગઈકાલે હેલ્થ ચેકઅપ દરમિયાન કોરોનાગ્રસ્ત મળી આવેલ લોકોમાં 4 સુરતના, 1 ભરૂચના અને 8 વડોદરાથી આવતા નાગરિકોના રિપોર્ટ પોઝીટિવ નિકળતાં 4ને કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, બે અમદાવાદમાં હોવાથી તેમણે ઘેરબેઠાં સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે બાકીના 7ને પરત મોકલી દેવાયા હતા. જોકે નેશનલ હાઈવે અસલાલી નજીક દક્ષિણઝોનની ટીમે 187 જેટલા લોકોની તપાસ કરી હતી પણ એકપણ વ્યક્તિ પોઝિટિવ આવી ન હતી.
મધ્યઝોનની હેલ્થની ટીમ દ્વારા ગીતામંદિર બસ સ્ટેન્ડે તપાસ હાથ ધરાતા 5 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા. જેમાંથી 2 પાટણના, 1 મહેસાણાનો, 1 ધોળકાનો અને 1 એમપીનો રહીશ હતો. તમામને સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા છે. જ્યારે રાણીપ સ્ટેન્ડ પરત 205ની તપાસમાંથી 1ને કોરોના આવતા તેને સમરસ કેર સેન્ટર મોકલવામાં આવ્યો હતો.
નાના ચિલોડા નાકા પર તપાસમાં 200ને ચકાસતા 4ને કોરોના હોવાનું જણાયું હતું. જ્યારે કૃષ્ણનગર બસસ્ટેન્ડ પર 104ને તપાસતા 1નો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. આ પાંચેયને સમરસ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement