શોધખોળ કરો

અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી દેશની પ્રથમ મહિલા બેકસ્ટ્રોક સ્વિમર બની

ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.  માના આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.  માના આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.

માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઇ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.

કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે. જેણે #Tokyo2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને અમદાવાદની માના પટેલને ક્વોલિફાઈ થવા માટે અભિનંદન પાઠ્વ્યા હતા. સીએમ રૂપાણીએ ટ્વિટર પર લખ્યું છે કે, "ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. માના પટેલ ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થનારા પ્રથમ મહિલા અને ત્રીજા ભારતીય સ્વિમર છે.

21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં અત્યારસુધી 80થી વધુ મેડલ મેળવ્યા છે. માના પટેલના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ, રાજ્ય કક્ષાના 82 અને રાષ્ટ્રીય સ્તરના 72 મેડલ છે. માના પટેલ ગૂજરાત વિદ્યાપીઠમાંથી તાલિમ લઈ ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget