શોધખોળ કરો

અપહરણ કેસમાં પકડાયેલા તાંત્રિકનું મોત, કસ્ટોડિયલ ડેથ કે કુદરતી મોત?

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ કેસમાં પડકાયેલા એક તાંત્રિકનું સારવાર દરમિયાન મોત થઇ જતા શંકાની સોય પોલીસ પર જઈ રહી છે. જોકે તાંત્રિક મનીગીરી તોમરને વારંવાર ઉલ્ટી થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ કહી રહી છે. કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું મોત થતા કસ્ટડિયલ મોત થયું હોવાનુ માનવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસની વાત માનીયે તો 16મી સપ્ટેમ્બરના રોજ પોલીસ કંટ્રોલરૂમથી મળેલી વર્ધીના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન રાજસ્થાનમાં નોંધાયેલા અપહરણ કેસનો આરોપી તાંત્રિક મનીગીરી યુવતી સાથે અમદાવાદ ભાગી આવ્યો હતો. જે મળી આવ્યો હોવાનો મેસેજ આધારે પોલીસ આરોપીને પકડી લાવી હતી. જોકે આ બાબતની ખરાઈ કરતા રાજસ્થાનના બાડી પોલીસ સ્ટેશનમાં તાંત્રીક મનીગીરી યુવતીનું અપહરણ કરવાનો કેસ દાખલ થયો હતો. તો બીજી તરફ આરોપીને પોલીસ સ્ટેશને લઇ આવતા એકાએક ઉલ્ટી શરુ થઇ જતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. પણ તાંત્રીક મનીગીરીનું કોઈ કારણોસર મોત નીપજતાં શંકાની સોંય પોલીસ પર ગઈ છે. અને હવે તંત્રીકના મોતથી અનેક સવાલો ખડા થયા છે. શું કોઈ વ્યક્તિ માત્ર ઉલ્ટી થવા થી મરી જાય? જોકે હાલ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે. અને કંટ્રોલ મસેજ કરનાર યુવતીના ભાઈ અને યુવતીને નિવેદન માટે બોલાવી છે. તો મૃતક મનીગીરીના પી.એમ રિપોર્ટ બાદ જ મોતનો ગૂંચવડો ઉકેલાય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસની કોઇ ભૂલચૂકથી તાંત્રિકનું મોત થયું કે હકીકતમાં આકસ્મિક મોત થયું તે પોલીસની આગળની તપાસમાં જ બહાર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget