શોધખોળ કરો

ગુજરાત સરકારના વધુ એક મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ, રાજેન્દ્ર ત્રિવેદીનો રિપોર્ટ પોઝિટીવ

વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે.  મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી થયા કોરોના પોઝિટિવ થયા છે. આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસુલ મંત્રી અત્યારે હોમ આઇસોલેટમાં છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. ત્યારે વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે.  મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી થયા કોરોના પોઝિટિવ થયા છે. આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસુલ મંત્રી અત્યારે હોમ આઇસોલેટમાં છે. 

હવે ભાજપના દિગ્ગજ નેતા અને પાટણના સાંસદ કોરોના સંક્રમિત થયા છે. સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા છે. ભરતસિંહ ડાભીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઇન થયા છે. બે દિવસ પહેલા જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત થયા હતા. 

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત થયા છે. બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલ કોરોનાની પહેલી લહેરમાં પણ સંક્રમિત થયા હતા. શેહઝાદ ખાન પઠાણના પદગ્રહણ કાર્યક્રમમાં હિંમતસિંહ પટેલ હાજર હતા. ડોકટરની સલાહ મુજબ હિંમતસિંહ પટેલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના પણ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

Gujarat Corona Guideline : વધુ શહેરોમાં લાગી શકે છે નાઇટકર્ફ્યુ, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ થઈ શકે વધારો

અમદાવાદઃ ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં વધુ નિયંત્રણ મુકવા કે નહીં તેના પર કોર કમિટીમાં વિસ્તૃત ચર્ચા થશે. રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો થશે કે નહીં તેના પર સૌની નજર છે. આ સિવાય લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યામાં ફેરફાર થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કોરોનાની ગાઇડલાઇનની અવધી પૂરી થઈ રહી છે. 

24 કલાકમાં 100થી વધુ કેસ આવતાં હશે તેવા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા છે. જેને કારણે નાઇટકર્ફયુવાળા શહેરોમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  જોકે, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેનાર સભ્યોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,310  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981,  વડોદરા   કોર્પોરેશનમાં 2823,  રાજકોટ કોર્પોરેશનમાં 1333,  સુરતમાં 728,  આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગ, 9, છોટા ઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Embed widget