શોધખોળ કરો

નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાના 5 દિવસના રિમાન્ડ થયા મંજૂર, જાણો વિગત

સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓના ગુમ થવા મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને તેની બે સેવિકા પ્રાણપ્રિયા તેમજ પ્રિયતત્વા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અમદાવાદ: હાથીજણ વિસ્તાર ખાતે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાંથી બે સંચાલિકાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સાંજે બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે 5 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. પોલીસ 5 દિવસના રિમાંડ દરમ્યાન આશ્રમમાં સાધીકાઓની ભુમિકા અને આશ્રમમાં ચાલતી પ્રવૃતિઓ વિશે તપાસ કરશે. સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓના ગુમ થવા મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને તેની બે સેવિકા પ્રાણપ્રિયા તેમજ પ્રિયતત્વા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી મોટી બાબત આ કેસના મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ પણ પોલીસ પકડથી ફરાર છે. જેથી સરકારના વકીલે રજૂઆત કરી હતી કે પોલીસને કોર્ટ 10 દિવસના રિમાન્ડ આપે પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીવાયએસપી કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા. જને પગલે આજે સવારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. બી 107 નંબરના મકાનમાં બંને બાળકોના સામાન અને પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો હતો. જેને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. આશ્રમમાંથી બાળકોને 10 દિવસ ઉપર આ મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુમ થયેલી યુવતી નંદિતાને શોધવાની તપાસ ચાલું છે. સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, ભોગ બનનાર બાળકોએ CWC તથા પોલીસ તપાસમાં આપેલ પોતાના નિવેદનમાં જણાવેલ છે કે, બાળકો પાસે બાળ મજુરી કરાવી માતબર રકમ તથા કિંમતી જમીન લઇ આપવાના ટાર્ગેટ આપવામાં આવે છે. બાળકો કામ ન કરે અને બાળકો તેમના વાલીને મળવાનું જણાવે ત્યારે બાળકોને ગુરૂદ્રોહ અને કાલભૈરવના શ્રાપના ડર બતાવે છે. નિત્યાનંદના આશ્રમ સાથે સંકળાયેલી નિત્યાનંદિતાએ શું કર્યો મોટો ખુલાસો? જાણીને ચોંકી જશો બાળકોના નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિત રૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસના નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રતાઓ ઉપર પ્રતિબંધ મુકીને તેમની ઇચ્છા વિરૂદ્ધ કોઇ રૂમ અથવા મકાનમાં બંધક બનાવ્યાનું તપાસમાં જણાઇ આવેલ છે. આશ્રમના સંચાલીકામાં પ્રાણપ્રિયાએ બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પાયાના શિક્ષણ અંગે ચોક્કસ માહિતી આપેલ નથી. બાળકોના નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિતરૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસના નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રાઓ ઉપર પ્રતિબંધ મુકીને તેમની ઇચ્છા વિરૂદ્ધ કોઇ રૂમ અથવા મકાનમાં બંધક બનાવ્યાનુ તપાસમાં જણાઇ આવેલ છે. આશ્રમમાં કોઇપણ રજા કે, વેકેશન કે, વાર તહેવારની રજા આપવામાં આવતા નથી. ભોગબનનાર બાળકના જણાવ્યા અનુસાર બાળકોને શિક્ષા કરવાની થાય ત્યારે શિક્ષાનો પ્રકાર અને કક્ષા આશ્રમની સંચાલિકા નક્કી કરતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget