શોધખોળ કરો
Advertisement
માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં 22 વર્ષથી કાર્યરત અમિત ખત્રીનું PRSI, અમદાવાદ ચેપ્ટર દ્વારા કરાયું સન્માન, જાણો વિગત
માર્ગ સલામતી અંગે જાગૃતિ આણવામાં અમિત ખત્રીએ ગરબા, જિંગલ્સ, કવિતા, થિયેટર અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનાં માધ્યમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી છે. અમિત ખત્રીએ ડ્રાયવરો અને મહિલા ડ્રાયવરોને સંરક્ષણાત્મક ડ્રાઈવિંગની પણ તાલીમ આપી છે.
અમદાવાદ: પીઆરએસઆઇ, અમદાવાદ ચેપ્ટર, ટી-મેન અને પોઝિટીવ જિંદગી સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે આયોજિત કાર્યક્રમમાં માર્ગ સલામતી અને ટ્રાફિક સભાનતાનાં ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારા અમિત ખત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. એક કાર્યક્રમમાં સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુરનાં પ્રિન્સીપાલ ફાધર ટાઈટસ ડી કોસ્ટાનાં હસ્તે અમિત ખત્રીને ‘સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ’ પ્રદાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવાહન વિભાગ દ્વારા તાજેતરમાં માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારી વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં છેલ્લા 22 વર્ષીય કાર્યરત અમિત ખત્રીનું પણ ગુજરાત સરકારનાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે જાગૃતિ આણવામાં અમિત ખત્રીએ ગરબા, જિંગલ્સ, કવિતા, થિયેટર અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનાં માધ્યમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી છે. અમિત ખત્રીએ ડ્રાયવરો અને મહિલા ડ્રાયવરોને સંરક્ષણાત્મક ડ્રાઈવિંગની પણ તાલીમ આપી છે.
કાર્યક્રમમાં પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરનાં ઉન્મેશ દિક્ષિત અને સુભોજિત સેન, ટી-મેનનાં શ્રી પરેશ દવે અને પોઝિટીવ જિંદગીનાં કૌશલ શાહ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સુભોજીત સેને જણાવ્યું કે અમદાવાદ ઝડપથી વિકસતું કોસ્મોપોલિટીન શહેર બની રહ્યું છે અને સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો અમલી બની રહ્યા છે ત્યારે ગીચ ટ્રાફિકની સમસ્યા અસરકારક રીતે ઉકેલાય તે જરૂરી છે. અમદાવાદ શહેરનાં નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે તે ખાસ જરૂરી છે. માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં શ્રી અમિત ખત્રી જેવા નિષ્ણાત આપણને માર્ગદર્શન આપવા ઉપલબ્ધ છે તે આપણું સદભાગ્ય છે.
પોઝિટીવ જિંદગીનાં મેનેજિંગ ડાયરેક્ટર કૌશલ શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય, રાજ્યકક્ષા અને જિલ્લા એમ ત્રણ સ્તરે માર્ગ સલામતીનો એવોર્ડ મેળવનારા અમિત ખત્રીનું સન્માન કરતા અમને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. અમે સૌ તેમના મિશનમાં સહકાર આપવા પ્રતિબધ્ધ છીએ.
સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુરનાં ફાધર ટાઈટસ ડી કોસ્ટાએ અમિત ખત્રીને સન્માન્યા હતા. તેમણે શહેરીજનો અને યુવા પેઢીને અકસ્માત મુકત સલામત જીવન તરફ નેતૃત્વ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘જીવન ઈશ્વરની બહુમુલ્ય ભેટ છે. આપણે નિયમો, નિયંત્રણો અને સલામતીનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરીને તંદુરસ્ત જીવન આપણા અને આપણા પરિવાર માટે જીવવું જોઈએ. અમિત ખત્રી પ્રેરણાદાયી સુપરહીરો છે, કે જેમનાં માર્ગ સલામતી અને ટ્રાફિક સભાનતાનાં નાવિન્યપૂર્ણ વિચારોએ જનજીવનને પ્રભાવિત કર્યા છે. અમિત ખત્રીને શુભેચ્છા પાઠવું છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion