Rain:અમદાવાદમાં ભારે વરસાદ, સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા
Ahemdabad Rain: વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગઇકાલથી અનરાધાર વરસાગ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે સાબરમતી હિલોળે ચઢી છે. જાણીએ અપડેટ્સ

Ahmedabad Rain: બંગાળીની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, 2 દિવસથી અમદાવાદમાં સતત વરસાદના કારણએ સાબરમતી નદીમાં પાણીની રેકોર્ડબ્રેક આવક થઇ છે.ય એક જ દિવસમાં નદીમાં 1 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ છે. રિવરફ્રંટ પર નજર રાખવા અધિકારીઓને આદેશ અપાયા છે. સાબરમતી નદી ભયજનક સપાટીથી માત્ર એક જ ફૂટ દુર છે.
સાબરમતી નદીની સપાટી 131 ફૂટ પર પહોંચી છે. સાબરમતી નદીની ભયજનક સપાટી 132 ફૂટ છે.સાવચેતીના ભાગરૂપે લોકોને પોલીસે સેલ્ફી કે વીડિયો લેવા રિવરફ્રંટ વોકવે પર ન જવા સૂચના અપાઇ છે.આ માટે સાબરમતી રિવરફ્રંટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઇ છે.અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા છે. ધરોઈમાંથી 94,240 ક્યૂસેક, સંત સરોવરમાંથી 76,624 ક્યૂસેક પાણી છોડાયું છે. આજ બપોર સુધી અમદાવાદ સાબરમતી નદીમાં પાણી આવશે.અમદાવાદમાં સાબરમતી નદી તોફાની બની શકે છે.સાબરમતી નદી કિનારે અથવા રિવરફ્રંટ પર વોક વે પર ન જવા અપીલ કરી છે.અમદાવાદમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા AMC એક્શનમાંઆવી છે. વાડજમાં પરિક્ષીત નગરમાંથી 44 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચંદ્રભાગાનગરમાંથી 44 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં સતત વરસાદથી એએમસીની કામગીરીની પોલ ખુલ્લ્લી છે.અમદાવાદ 2 ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદના ચાંદખેડાના ડમરુ સર્કલ પાસે પાણી ભરાયા છે. થલતેજમાં સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે. ચાણક્યપુરી, કોતરપુર, વોરાના રોજા ,ચાંદખેડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણએ બોપલમાં દિવાલ ધરાશાયી થઇ હતી.સરસ્વતી હોસ્પિટલ પાસે દીવાલ ધરાશાયી થઇ હતી. પાર્કિંગમાં પડેલી 3 કાર બાજુમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર તૂટી પડી હતી. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ.અમદાવાદ શહેરમાં અવિરત વરસાદના કારણે પ્રહલાદનગર, શ્યામલ, પકવાન,થલતેજ, શીલજ, બોપલ, શેલા, સાઉથ બોપલ, શાહપુર, લાલદરવાજા, એલીસબ્રિજ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.અમદાવાદમાં ધોધમાર વરસાદથી મકરબા ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટરના પાછળના ભાગે પાણી ભરાયા છે.બંને મુખ્ય રસ્તા પાણીમાં થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવી રહ્યાં છે.





















