શોધખોળ કરો
અમદાવાદમાં 12 વર્ષના છોકરાએ એકસાથે ઢગલાંબંધ વાહનોને લીધા અડફેટે પછી શું થયું? જાણો વિગત
11 વાગ્યાની આસપાસ ઈસનપુરમાં એક કાર બેફામ ઝડપે આવી અને એક પછી એક 5થી 7 વાહનોને અડફેટે લીધા હતાં. GJ-27-K-5883 નંબરની આ કાર 12 વર્ષનો એક ટેળિયો ચલાવી રહ્યો હતો.

અમદાવાદ: રવિવાર બપોરે અમદાવાદના ઈસનપુરમાં એક કારે અકસ્માતોની વણઝાર સર્જી હતી. જે જોઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ કારને 12 વર્ષનો એક છોકરો ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં.
11 વાગ્યાની આસપાસ ઈસનપુરમાં એક કાર બેફામ ઝડપે આવી અને એક પછી એક 5થી 7 વાહનોને અડફેટે લીધા હતાં. GJ-27-K-5883 નંબરની આ કાર 12 વર્ષનો એક ટેળિયો ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં કારનો આગળનો ભાગ તૂટી ગયો હતો. પોલીસે કાર ચલાવી રહેલા સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર અને ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં પણ બાળકોને વાહનો ચલાવવા ન આપવા છતાં પણ લોકો બધી સલાહને નજર અંદાજ કરી દે છે.
11 વાગ્યાની આસપાસ ઈસનપુરમાં એક કાર બેફામ ઝડપે આવી અને એક પછી એક 5થી 7 વાહનોને અડફેટે લીધા હતાં. GJ-27-K-5883 નંબરની આ કાર 12 વર્ષનો એક ટેળિયો ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં કારનો આગળનો ભાગ તૂટી ગયો હતો. પોલીસે કાર ચલાવી રહેલા સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર અને ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં પણ બાળકોને વાહનો ચલાવવા ન આપવા છતાં પણ લોકો બધી સલાહને નજર અંદાજ કરી દે છે. વધુ વાંચો