શોધખોળ કરો

હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, આગામી 48 કલાકમાં આ વિસ્તારમાં મેઘો થશે મહેરબાન

અમદાવાદ: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ આગામી 48 કલાકમાં કોંકણ, ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ આગામી 48 કલાકમાં કોંકણ, ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂન, 2022ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.

ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.  

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વલસાડમાં રસ્તા પર ભરાયા પાણી
અમદાવાદ: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી જાપટૂ પડતા ઠંડક પ્રસરી છે.

તો બીજી તરફ સતત બીજા દિવેૃસે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. નવસારી શહેરમાં આવેલ મંકોડિયા, દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે. અહીં પતંજલિ યોગ બોર્ડ દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદનું વિધ્ન નડતાં તમામ લોકોએ સ્વામિનારાયણ મંદિરના ડોમમાં યોગ કર્યા હતા. વલસાડ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. અહીં મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget