શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના ઈંજેક્શનના કાળા બજાર કૌભાંડના સૂત્રધાર ઘનશ્યામ વ્યાસ અંગે શું થયો મોટો ખુલાસો? જાણો વિગત

ઘનશ્યામ વ્યાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ છે. તે સરકારનો કાયમી કર્મચારી નથી. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓને બચાવવા માટે વપરાતાં ટોસિલિઝુમેબ ઇન્જેકશનનાં કાળા બજાર થતાં હોવાના કૌભાંડનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સૂત્રધાર તરીકે ઉમા કેજરીવાલ અને ઘનશ્યામ વ્યાસનાં નામ બહાર આવ્યાં છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી. કોશિયાએ ઘનશ્યામ વ્યાસને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઘનશ્યામ વ્યાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ છે. તે સરકારનો કાયમી કર્મચારી નથી. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ઘનશ્યામ વ્યાસ સિવિલ હોસ્પિટલમાંથી બ્લેંક પ્રિક્રિપ્શન પેપર કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના અમિત મંછારામાનીને પહોંચાડવાનું કામ કરતો હતો. જોકે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રભાકરે ઘનશ્યામ વ્યાસ નામનો કોઈ કર્મચારી સિવિલમાં ન હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઘનશ્યામ વ્યાસ સ્ટેટ કર્મચારી છે. સિવિલમાંથી કોઈપણ ઇંજેક્શન ગાયબ નથી. જેટલા ઇંજેક્શન આવે છે એ તમામનો રેકોર્ડ રાખવામાં આવે છે. સુરતમાં ઇન્જેક્શનના કાળાં બજારનો પર્દાફાશ થયો છે અને સાર્થક ફાર્મા એજન્સીમાંથી 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57હજારમાં ગ્રાહકને અપાયું હતું તેનો ભાંડો ફૂટ્યો છે. ફૂડ & ડ્રગ વિભાગે કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળી હતી કે સુરત ખાતે મે. સાર્થક ફાર્માના માલિક શ્રીમતી ઉમા સાકેત કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વગર વેચાણ બિલ તથા છૂટક દવાના પરવાના વગર મૂળ કિંમત કરતાં વધારે કિંમતથી એટલે કે રૂ 57 હજાર વસૂલીને કરાઈ રહ્યું છે. તેના આધારે દરોડો પાડી તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ૨ નંગ Actemra 400 mg નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કે જે દવાની મહત્તમ વેચાણ કિંમત ૪૦,૫૪૫/- પ્રતિ નંગ છે. મે. સાર્થક ફાર્માના માલીક ઉમાબેનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દવાની ખરીદી તેમણે મે. ન્યુ શાંતી મેડીસીન્સ, અડાજણ, સુરતના માલીક મિતુલ મહેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ. 50 હજાર પ્રતિ નંગ ચુકવીને વગર બિલે કરી હતી. મિતુલ મહેન્દ્રભાઇ શાહે આ દવા અમદાવાદના અમિત મંછારામાની પાસેથી ખરીદી કરી હતી અને તેના રૂપિયા 45 હજાર પ્રતિ નંગ લેખે ઘનશ્યામભાઇ વ્યાસને ચૂકવ્યા હતા. વ્યાસ અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવે છે અને તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. અમિત મંછારામાની મે. કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના જવાબદાર વ્યકિત છે તથા મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે આ અગાઉ નોકરી કરતાં હતા. અમિતભાઈ ધ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવી તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget