Loksabha Election 2024: વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર, આપ્યું આ કારણ
ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યાં છે. વડોદરા લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
Loksabha Election 2024: ગુજરાત લોકસભાની વડોદરાની બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. સોસિયલ મીડિયા પોસ્ટ દ્રારા તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ ખૂબ જ એક્ટિવ છે. ગુજરાતની લોકસભાની 4 બેઠકને છોડીને બધી જ બેઠકના ઉમેદવારો પણ જાહેર કરી ચૂકી છે,. આ દરમિયાન એક ચોકાવનારા સમાચાર સામે આવ્યાં છે. વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. મીડિયા સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ મારો અંગર નિર્ણય છે. કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા હતા.