Breaking News Live: PM મોદી ભીલવાડાના પ્રવાસે, ઇઝરાયલમાં મોડી રાત્રે થયો આતંકી હુમલો, 8નાં મૃત્યુ
Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.
LIVE
Background
Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.
Breaking News Live: : PM મોદી ભીલવાડામાં ગુર્જરોના પ્રમુખ દેવતા ભગવાન દેવ નારાયણના પ્રાકટ્ય દિનની ઉજવણીના ઉત્સવમાં રહેશે ઉપસ્થિત
પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાત લેશે. તે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગુર્જરોના પ્રમુખ દેવતા ભગવાન દેવ નારાયણના 1111 પ્રાકટ્ય દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ભીલવાડા અને તેની નજીકનો વિસ્તાર રાજસ્થાનમાં ગુર્જરોના હાર્દ પ્રદેશ તરીકે ઓળખાય છે.
PM મોદી આજે સવારે 11.30 વાગ્યે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણ જીના 1111મા 'અવતાર મહોત્સવ' નિમિત્તે આયોજિત સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.
Aircraft Crash: રાજસ્થાનના ભરતપુરમાં ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ
Plane crashed: મધ્યપ્રદેશના મુરૈનામાં મોટી પ્લેન દુર્ઘટના, સુખોર્ઇ-30 અને મિરાજ થયું ક્રેશ
Plane crashed: મધ્યપ્રદેશમાં એક મોટો હવાઈ દુર્ઘટના ઘટી છે. ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 ક્રેશ થયું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના મુરૈના નજીક બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે બંને ફાઈટર જેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ ચાલી રહી હતી.
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023