શોધખોળ કરો

8મું પગાર પંચ: કર્મચારીઓને મળશે 24 મહિનાનું એરિયર! જાણો ટેક્સની ગણતરી અને નિયમો

8th pay commission arrears tax: 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા, જો મોડું થશે તો 18 થી 24 મહિનાનું એરિયર એકસાથે મળશે; જાણો એરિયર અને ટેક્સનું આખું ગણિત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચમાં 18-24 મહિનાનું એરિયર મળવાની શક્યતા.
  • એરિયર રકમ ફિટમેન્ટ પર નિર્ભર, મોટા ટેક્સની ચિંતા.
  • આવકવેરા કલમ 89(1) ટેક્સ બોજ ઘટાડવામાં મદદ કરશે.

8th pay commission arrears tax: 8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે કે જો પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે, તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન નહીં થાય. તેમને 18 થી 24 મહિનાનું એરિયર (બાકી રકમ) એકસાથે મળી શકે છે. જોકે, આટલી મોટી રકમ એકસાથે ખાતામાં આવે તો ટેક્સનું શું થશે? તેની ચિંતા સૌને સતાવી રહી છે. આવો, આ લેખમાં આપણે એરિયર ક્યારે મળશે, ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે કામ કરશે અને ઈન્કમ ટેક્સની કલમ 89(1) હેઠળ તમને ટેક્સમાં કેવી રીતે રાહત મળશે તે વિશે સરળ ભાષામાં સમજીએ.

એકસાથે મળશે 24 મહિનાનું એરિયર

હાલમાં 8મા પગાર પંચની ભલામણો પર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર જે પણ નિર્ણય લેશે, તેનો સત્તાવાર અમલ 1 જાન્યુઆરી, 2026 થી ગણવામાં આવશે. એટલે કે, જો કદાચ આનો અમલ 2027 માં થાય, તો પણ કર્મચારીઓને 18 થી 24 મહિનાનો બાકી પગાર (એરિયર) એકસાથે મળી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ શક્યતાઓ પૂરેપૂરી છે.

ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે તમારી રકમ

તમારા ખાતામાં કેટલું એરિયર આવશે, તેનો સીધો આધાર સરકારે નક્કી કરેલા 'ફિટમેન્ટ ફેક્ટર' પર રહેશે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, તમારો પગાર અને એરિયરની રકમ એટલી જ વધારે હશે.

પણ અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો આટલી મોટી રકમ એકસાથે મળે, તો શું તે જે-તે વર્ષની આવકમાં ગણાશે? આના કારણે ઘણા કર્મચારીઓને ડર છે કે તેમની આવક એકદમ વધી જશે અને તેઓ ઊંચા ટેક્સ સ્લેબમાં આવી જવાથી તેમને વધારે ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: ₹18,000 થી સીધો કેટલો વધશે પગાર? જાણો 70 વર્ષનું ઐતિહાસિક ગણિત

ટેક્સનું ટેન્શન છોડો, આ નિયમ આપશે રાહત

જો તમે પણ ટેક્સ વધવાની ચિંતામાં છો, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 89(1) તમને આ સમસ્યામાંથી મોટી રાહત આપે છે. આ કાયદાનો અને કલમનો મુખ્ય હેતુ જ એ છે કે જ્યારે કર્મચારીઓને તેમના પાછલા વર્ષોનો પગાર કે એરિયર પાછળથી એકસાથે મળે, ત્યારે તેમના પર ટેક્સનો કોઈ વધારાનો બોજ ન પડે.

જૂની કે નવી ટેક્સ સિસ્ટમ: તમારા માટે શું બેસ્ટ છે?

ટેક્સ નિષ્ણાતોના મતે, તમારે જૂની કે નવી ટેક્સ સિસ્ટમમાંથી કઈ પસંદ કરવી તે તમારી વ્યક્તિગત બચત અને રોકાણ પર આધાર રાખે છે:

જૂની ટેક્સ સિસ્ટમ: જો તમે 80C, 80D, HRA કે હોમ લોન જેવી કપાત (Deductions) નો લાભ લેતા હોવ, તો તમારા માટે આ સિસ્ટમ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નવી ટેક્સ સિસ્ટમ: પરંતુ જો તમારી પાસે આવી કોઈ ખાસ કપાત કે રોકાણ નથી, તો નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવી તમારા માટે વધુ બહેતર અને સરળ રહેશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા 5 મોટા અપડેટ, જુઓ સંપૂર્ણ વિગત

Frequently Asked Questions

8મા પગાર પંચના અમલ બાદ કેટલા મહિનાનું એરિયર મળી શકે છે?

જો અમલ મોડો થાય, તો કર્મચારીઓને 18 થી 24 મહિનાનો બાકી પગાર (એરિયર) એકસાથે મળી શકે છે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી.

એકસાથે મોટી એરિયરની રકમ મળવાથી ટેક્સ પર શું અસર પડશે?

કર્મચારીઓને ચિંતા છે કે આટલી મોટી રકમ એકસાથે મળવાથી તેમની આવક એકદમ વધી જશે અને તેઓ ઊંચા ટેક્સ સ્લેબમાં આવી જવાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે.

એરિયર પરના ટેક્સ બોજમાંથી રાહત મેળવવા કયો નિયમ મદદ કરી શકે છે?

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 89(1) કર્મચારીઓને પાછલા વર્ષોનો પગાર કે એરિયર એકસાથે મળે ત્યારે ટેક્સના વધારાના બોજમાંથી રાહત આપે છે.

એરિયરની રકમ નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની શું ભૂમિકા છે?

તમારા ખાતામાં આવનાર એરિયરની રકમનો આધાર સરકારે નક્કી કરેલા 'ફિટમેન્ટ ફેક્ટર' પર રહેશે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, તેટલો પગાર અને એરિયર વધુ મળશે.

ટોપ સ્ટોરી

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા
દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget