શોધખોળ કરો

8th Pay: પગાર વધારો ક્યારે આવશે? રિપોર્ટમાં વિલંબ થશે તો કોને મળશે ₹18 લાખ એરિયર્સ?

આઠમા પગાર પંચની રચના થયાને 10  મહિના પસાર થઈ ગયા છે. કમિશનને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે આઠ મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આઠમા પગાર પંચનો રિપોર્ટ મે 2027 સુધીમાં રજૂ થશે.
  • રિપોર્ટમાં વિલંબથી કર્મચારીઓને લાખો રૂપિયાનું એરિયર્સ મળશે.
  • પંચ ઓક્ટોબર 2026માં બેંગલુરુમાં બેઠકો યોજવા જઈ રહ્યું છે.

8th pay commission : આઠમા પગાર પંચની રચના થયાને 10  મહિના પસાર થઈ ગયા છે. કમિશનને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે આઠ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. કેન્દ્રીય કર્મચારીઓ ફક્ત તેમના પગાર પર જ નહીં, પરંતુ  બાકી એરિયર્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નિષ્ણાતોનો અંદાજ છે કે જો આઠમા પગાર પંચના અહેવાલના અમલીકરણમાં 20 થી 24 મહિનાનો વિલંબ થાય છે તો લેવલ 6 થી લેવલ 8 સુધીના કર્મચારીઓને લાખો રૂપિયાનું એરિયર્સ મળી શકે છે.

લેવલ 8 ના કર્મચારીઓ માટે 24 મહિનાના વિલંબ અને 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે તેમનો અંદાજિત બાકી રકમ આશરે ₹17.94 લાખ સુધી પહોંચી શકે છે. જોકે, આ ફક્ત એક અંદાજ છે. વાસ્તવિક રકમ ફિટમેન્ટ ફેક્ટર અને સરકારના અંતિમ નિર્ણય પર આધારિત રહેશે. 

આઠમા પગાર પંચનો અહેવાલ ક્યારે જાહેર થઈ શકે?

આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતો નવેમ્બર 2025 માં સૂચિત કરવામાં આવી હતી. કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આના કારણે સબમિટ કરવાની અંતિમ તારીખ મે 2027 સુધી છે. જોકે, જો જરૂર પડે તો કમિશન સમયમર્યાદા લંબાવવાની માંગ કરી શકે છે. અગાઉના પગાર પંચો સાથે પણ આવું બન્યું છે. નિષ્ણાતોના મતે રિપોર્ટ તૈયાર કરવામાં 3 થી 6 મહિનાનો વધારાનો સમય લાગી શકે છે.

કમિશન 7-8 ઓક્ટોબરે બેંગલુરુમાં મળશે

હાલમાં કમિશન વિવિધ હિસ્સેદારો સાથે બેઠકો કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં જયપુર, ચેન્નાઈ, પુડુચેરી અને ચંદીગઢમાં ચર્ચાઓ થઈ હતી. આગામી બેઠકો 7 અને 8 ઓક્ટોબર, 2026 ના રોજ બેંગલુરુમાં યોજાવાની છે. આ પછી, રિપોર્ટ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. મનજીત સિંહ પટેલના મતે રિપોર્ટ માર્ચ અને ઓગસ્ટ 2027 ની વચ્ચે જાહેર થઈ શકે છે.

જો વિલંબ થાય છે તો કયારે મળશે બાકી ચૂકવણા ?

અહીં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આઠમા પગાર પંચમાં વિલંબનો અર્થ એ નથી કે દરેક ભથ્થા માટે બાકી ચૂકવણા મળશે. ઉપલબ્ધ ગણતરીઓ અનુસાર, બાકી ચૂકવણા મુખ્યત્વે મૂળ પગારમાં તફાવતના આધારે ગણવામાં આવશે. HRA મૂળભૂત પગાર સાથે જોડાયેલ છે. તેથી જો મૂળ પગાર વધે તો HRA પણ વધી શકે છે. જાન્યુઆરી 2024 માં DA 50% સુધી પહોંચ્યા પછી સાતમા પગાર પંચે HRA માં સુધારો કર્યો હતો. DA (મોંઘવારી ભથ્થું) વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તેથી સંપૂર્ણ બાકી રકમ તેમાં ઉમેરવામાં આવશે નહીં. પરિવહન ભથ્થું (TPTA) પણ DA સાથે જોડાયેલું છે અને તેમાં નિયમિત ફેરફારો થાય છે.

લેવલ 6 ના કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે?

ઉદાહરણ તરીકે 2.15, 2.28 અને 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને અને 20 કે 24 મહિનાના વિલંબને ધારીએ તો લેવલ 6 ના કર્મચારીઓને લાખો રુપિયા એરિયર્સ મળી શકે છે. 2.57 ફિટેમેન્ટ ફેક્ટર પર ₹13,33,872 સુધી એરિયર્સ મળી શકે છે.  2.28 ફિટમેન્ટ ફેક્ટર પર ₹10,87,488  સુધી એરિયર્સ મળી શકે છે.

લેવલ 7 ના કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે?

લેવલ 7 ના કર્મચારીઓ માટે વર્તમાન લઘુત્તમ મૂળ પગાર ₹44,900 છે. 2.57 ફિટમેન્ટ ફેક્ટર અને 24 મહિનાના વિલંબ સાથે અંદાજિત બાકી રકમ આશરે ₹16.92 લાખ સુધી પહોંચી શકે છે.

લેવલ 8 કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે?

હવે ચાલો સૌથી મોટો આંકડો જોઈએ. લેવલ 8 કર્મચારીનો વર્તમાન લઘુત્તમ બેઝિક પગાર ₹47,600 છે. 2.15 ફિટમેન્ટ ફેક્ટર સાથે 24 મહિના માટે અંદાજિત એરિયર્સ ₹13.14 લાખ છે. 2.28 ફિટમેન્ટ ફેક્ટર સાથે આ વધીને આશરે ₹14.62 લાખ થાય છે અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર સાથે તે વધીને આશરે ₹17.94 લાખ થાય છે.

આનો અર્થ એ છે કે વિલંબ જેટલો લાંબો હશે સુધારેલા બેઝિક પગાર અને વર્તમાન બેઝિક પગાર વચ્ચેનો તફાવત એટલો વધારે હશે. જોકે, આ ગણતરી માત્ર એક અંદાજ છે. વાસ્તવિક બાકી રકમ ફક્ત ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર, રિપોર્ટ તારીખ, સરકારની મંજૂરી અને આઠમા પગાર પંચના અંતિમ અમલીકરણ તારીખ નક્કી થશે. 

Advertisement

ટોપ સ્ટોરી

Gold Sliver Price: છઠ્ઠ પૂજા પૂર્વે ફરી વધી સોનાની ચમક, કિંમતમાં થયો વધારો જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Sliver Price: છઠ્ઠ પૂજા પૂર્વે ફરી વધી સોનાની ચમક, કિંમતમાં થયો વધારો જાણો લેટેસ્ટ પ્રાઇસ
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Embed widget