શોધખોળ કરો

₹18,000 થી સીધો ₹72,000 પગાર? 8મા પગાર પંચમાં સરકાર લેશે મોટો નિર્ણય, શું છે આંકડાનું સત્ય?

8th Pay Commission: કર્મચારી સંગઠનોએ સરકારને આપ્યો પ્રસ્તાવ; લઘુત્તમ મૂળ પગાર ₹18,000 થી વધારીને ₹50,000 થી ₹72,000 કરવા, ફિટમેન્ટ ફેક્ટર વધારવા અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ બમણું કરવાની રજૂઆત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચ હેઠળ લાખો કર્મચારીઓની પગાર વધારાની માંગ.
  • કર્મચારી સંગઠનોએ લઘુત્તમ પગાર ₹50,000-₹60,000 સુધી વધારવાની માંગ કરી.
  • ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક પગાર વધારામાં પણ નોંધપાત્ર વધારાની રજૂઆત.
  • કેટલાક સંગઠનોએ લઘુત્તમ પગાર સીધો ₹72,000 કરવાની માંગ કરી.

8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અત્યારે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ અંગેની ચર્ચાઓએ હવે દેશભરમાં જોર પકડ્યું છે. વિવિધ સરકારી કર્મચારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકાર પાસે પગાર, ભથ્થાં અને ફિટમેન્ટ ફેક્ટરમાં મોટા ફેરફારો કરવાની જોરદાર માંગ ઉઠાવવામાં આવી રહી છે. સંગઠનોએ સરકારને કેટલાક મહત્વના સૂચનો પણ મોકલ્યા છે. જો સરકાર આ દરખાસ્તોને લીલી ઝંડી આપી દેશે, તો આવનારા સમયમાં સરકારી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો જોવા મળશે, જે તાજેતરના વર્ષોનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.

પગાર માળખામાં મોટા ફેરફારોની માંગ

કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારી શિક્ષકોના સંગઠન 'પ્રોગ્રેસિવ ટીચર્સ જસ્ટિસ ફોરમ (PSNM)' એ સમગ્ર પગાર અને ભથ્થાની સિસ્ટમમાં જ મોટા ફેરફારની માંગણી કરી છે. સંગઠને પોતાના પ્રસ્તાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, લેવલ-1 ના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર (બેઝિક સેલરી) વધારીને ₹50,000 થી ₹60,000 ની વચ્ચે કરવામાં આવે. 7મા પગાર પંચ મુજબ અત્યારે આ લઘુત્તમ મૂળ પગાર ₹18,000 છે, જેની સરખામણીમાં આ માંગણી નોંધપાત્ર રીતે વધારે છે.

ફિટમેન્ટ ફેક્ટર અને ઇન્ક્રીમેન્ટ પર ભાર

આ ઉપરાંત, યુનિયને ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર પણ ભાર મૂક્યો છે. વર્તમાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, જેને વધારીને 2.62 થી 3.83 ની વચ્ચે રાખવાનું સૂચન કરાયું છે. સાથોસાથ, કર્મચારીઓને જે વાર્ષિક 3 ટકા ઇન્ક્રીમેન્ટ (પગાર વધારો) મળે છે, તેને બમણું કરીને 6 થી 7 ટકા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારી (ફુગાવા) ને પહોંચી વળવા માટે આ ફેરફારો તાતી જરૂરિયાત છે, જેનાથી કર્મચારીઓની વાસ્તવિક આવકમાં સારો એવો વધારો થશે.

પગારમાં સીધો 4 ગણો વધારો કરવાની માંગ

આ મામલે 'ભારતીય પ્રતિરક્ષા મઝદૂર સંઘ (BPMS)' એ તો સરકાર સામે વધુ મોટી માંગ મૂકી છે. તેમણે લઘુત્તમ મૂળ પગાર વધારીને સીધો ₹72,000 કરવાની રજૂઆત કરી છે, જે હાલના 18,000 ના સ્તર કરતા બરાબર 4 ગણો વધારે છે. આ સાથે જ, તેઓ ફિટમેન્ટ ફેક્ટરમાં પણ 4 ગણા વધારાની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઉચ્ચ-સ્તરીય હોદ્દાઓ પર બેઠેલા અધિકારીઓ માટે મહત્તમ પગાર ₹10 લાખ સુધી લઈ જવાનું પણ સૂચન છે. હવે જોવાનું એ રહે છે કે, કેન્દ્ર સરકાર આમાંથી કેટલી અને કઈ સૂચનાઓ સ્વીકારે છે. જો આ માંગણીઓ સ્વીકારાઈ તો સરકારી કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક ઉછાળો આવશે.

Frequently Asked Questions

8મા પગાર પંચની રાહ શા માટે જોવાઈ રહી છે?

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિવિધ સંગઠનો પગાર, ભથ્થાં અને ફિટમેન્ટ ફેક્ટરમાં મોટા ફેરફારોની માંગ કરી રહ્યા છે.

8મા પગાર પંચ માટે લઘુત્તમ મૂળ પગારમાં શું ફેરફાર સૂચવાયા છે?

લેવલ-1 ના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર ₹18,000 થી વધારીને ₹50,000 થી ₹60,000 કરવાની માંગ છે. ભારતીય પ્રતિરક્ષા મઝદૂર સંઘે તો તેને સીધો ₹72,000 કરવાની પણ રજૂઆત કરી છે.

ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અંગે શું સૂચનો છે?

ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધારીને 2.62 થી 3.83 કરવાની માંગ છે. વાર્ષિક 3% ઇન્ક્રીમેન્ટને બમણું કરીને 6 થી 7% કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget