શોધખોળ કરો

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત

જો તમને લાગતું હોય કે 8મા પગાર પંચમાં 2.1 ફિટમેન્ટ ફેક્ટરથી ઓછો પગાર વધશે, તો તમે મોટી ગેરસમજમાં છો. નિષ્ણાતોની ગણતરી મુજબ, આ ફોર્મ્યુલાથી કર્મચારીઓને 53% સુધીનો જંગી લાભ મળી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા ચાલી રહી છે.
  • 2.1 ફેક્ટરથી પણ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે.
  • 7મા પંચ કરતાં 8મામાં 53% વધુ નાણાકીય ફાયદો થશે.
  • કમિશનની ભલામણો મે 2027 સુધીમાં જાહેર થવાની અપેક્ષા.

8th Pay Commission: આઠમા પગાર પંચની રચના પછી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં પગાર વધારાને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. આ તમામ ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર "ફિટમેન્ટ ફેક્ટર" છે. એક તરફ કર્મચારી સંગઠનો 2.7 થી લઈને 4 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી રહ્યા છે, તો બીજી તરફ 7મા પગાર પંચે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર આપ્યો હતો.

હવે ઘણા કર્મચારીઓને એવો ડર સતાવી રહ્યો છે કે જો 8મા પગાર પંચમાં આ ફેક્ટર ઘટાડીને 2.1 કરવામાં આવે તો શું તેમનો પગાર ઓછો વધશે? જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો તમે બિલકુલ ખોટા છો! નિષ્ણાતોનું કહેવું છે કે 2.1 ના ઓછા ફિટમેન્ટ ફેક્ટર સાથે પણ તમારા મૂળ પગાર (બેઝિક સેલરી) અને ઇન-હેન્ડ સેલરીમાં 7મા પગાર પંચ કરતા પણ મોટો ઉછાળો જોવા મળશે.

ચાલો ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીત સિંહ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરેલી ગણતરીના આધારે આ 2.1 ફોર્મ્યુલાનું સંપૂર્ણ ગણિત એકદમ સરળ ભાષામાં સમજીએ.

7મા CPC વિરુદ્ધ 8મા CPC: માત્ર 'આંકડા' જોઈને ગેરમાર્ગે ન દોરાઓ

7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જ્યારે 8મા પગાર પંચમાં તે 2.1 રહેવાનો અંદાજ છે. પહેલી નજરે 2.1 નો આંકડો નાનો લાગે છે, પરંતુ વાસ્તવિક ફાયદો તમારા મૂળ પગાર પર કેવી રીતે થાય છે તે સમજવું જરૂરી છે:

7મા પગાર પંચમાં ખરેખર શું થયું હતું?

તે સમયે જૂનો લઘુત્તમ બેઝિક પગાર ₹7,000 હતો. તેના પર 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થતાં નવો બેઝિક પગાર ₹18,000 થયો. પરંતુ આ પૂરેપૂરો ફાયદો નહોતો. કારણ કે તે વખતે કર્મચારીઓને પહેલાથી જ 125% મોંઘવારી ભથ્થું (DA) મળતું હતું (એટલે કે ₹7,000 ના 125% = ₹8,750). આમ, જૂનો પગાર અને DA મળીને પહેલેથી જ ₹15,750 તો થતા જ હતા. એટલે ₹18,000 ના નવા બેઝિક પગાર સામે વાસ્તવિક વધારાનો લાભ માત્ર ₹2,250 (લગભગ 32%) નો જ થયો હતો.

તો 8મા પગાર પંચમાં 2.1 ફેક્ટરથી શું જાદુ થશે?

અત્યારે લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 છે. જો 2.1 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે, તો નવો લઘુત્તમ બેઝિક પગાર સીધો કૂદકો મારીને અંદાજે ₹38,000 થઈ જશે.

ચાલો ગણતરી કરીએ: અત્યારના 58% DA મુજબ ₹18,000 પર DA ઉમેરતા કુલ રકમ ₹28,440 થાય છે. હવે આ ₹28,440 ને ₹38,000 ના નવા બેઝિક પગાર સાથે સરખાવીએ, તો કર્મચારીઓને સીધો ₹9,560 નો શુદ્ધ વધારાનો લાભ મળશે. આ રકમ વર્તમાન બેઝિક પગારના આશરે 53% જેટલી છે. એટલે કે 7મા પગાર પંચ (32%) કરતા 8મા પગાર પંચ (53%) માં ફાયદો મોટો છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધતા HRA માં કેટલો વધારો થશે? લેવલ મુજબ ગણતરી સમજો

ઇન-હેન્ડ સેલરીમાં પણ થશે જંગી વધારો

ધ્યાન રાખો કે ₹38,000 એ માત્ર નવા લઘુત્તમ બેઝિક પગારનું ઉદાહરણ છે. કર્મચારીઓના હાથમાં આવતો પગાર (ઇન-હેન્ડ સેલરી) આના કરતા ઘણો વધારે હશે. કારણ કે આ નવા બેઝિક પગારમાં નવું મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું ભથ્થું (HRA), પરિવહન ભથ્થું (TA) અને અન્ય ઘણા ભથ્થાં ઉમેરવામાં આવશે.

આ ભલામણો ક્યારે લાગુ પડશે?

સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના નવેમ્બર 2025 માં કરી હતી. આ કમિશનને પોતાનો રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે મે 2027 ની આસપાસ કમિશનની ભલામણો અપેક્ષિત છે. ત્યાં સુધી કર્મચારીઓએ આ બાબતે સત્તાવાર સરકારી જાહેરાતની રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: 7મા પગાર પંચથી કેટલું અલગ હશે 8મું પગાર પંચ? જાણો 5 મોટા ફેરફારો

Frequently Asked Questions

શું 8મા પગાર પંચમાં 2.1 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર ઓછો વધશે?

ના, નિષ્ણાતોના મતે 2.1 ફિટમેન્ટ ફેક્ટર સાથે પણ 7મા પગાર પંચ કરતાં મોટો પગાર વધારો જોવા મળશે. મૂળ પગાર અને ઇન-હેન્ડ સેલરીમાં નોંધપાત્ર ઉછાળો આવશે.

7મા અને 8મા પગાર પંચમાં વાસ્તવિક પગાર વધારાનો ફાયદો કેટલો રહેશે?

7મા પગાર પંચમાં મૂળ પગાર પર લગભગ 32% નો વધારાનો લાભ મળ્યો હતો. જ્યારે 8મા પગાર પંચમાં 2.1 ફિટમેન્ટ ફેક્ટરથી લગભગ 53% નો શુદ્ધ વધારો અપેક્ષિત છે.

8મા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ પડશે?

સરકારે નવેમ્બર 2025માં કમિશનની રચના કરી છે. કમિશનને રિપોર્ટ રજૂ કરવા 18 મહિનાનો સમય છે, તેથી ભલામણો મે 2027 આસપાસ અપેક્ષિત છે.

Advertisement

ટોપ સ્ટોરી

FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Stock Market: ધનતેરસ પર શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 80 હજારની નજીક પહોંચ્યો
Stock Market: ધનતેરસ પર શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 80 હજારની નજીક પહોંચ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Embed widget