શોધખોળ કરો

8th Pay Commission: પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી, જાણો કોનો પગાર કેટલો વધશે ? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે.

8th Pay Commission: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે, ત્યારબાદ દેશના તમામ સરકારી (કેન્દ્રીય) લોકોના પગારમાં ભારે વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે 8માં પગાર પંચ હેઠળ તમામ કર્મચારીઓનો પગાર 2.86ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે વધારી શકાય છે. અહીં અમે તમને જણાવીશું કે 8મા પગારપંચના અમલ પછી 2.86 ના ફિટમેન્ટ ફેક્ટર અનુસાર કયા સ્તરના કર્મચારીનો પગાર કેટલો વધશે.

લેવલ 1

લેવલ 1ના કર્મચારીઓમાં પટ્ટાવાળા, સપોર્ટ સ્ટાફ જેવા લોકોનો સમાવેશ થાય છે. હાલમાં આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 18,000 રૂપિયા છે. જો 2.86 ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ પગાર વધારવામાં આવે છે, તો આ લોકોનો પગાર 33,480 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે.

લેવલ 2

લેવલ 2 હેઠળ, નીચલા વિભાગના કારકુનો છે. આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 19,900 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 37,014 રૂપિયા વધીને 56,914 રૂપિયા થઈ જશે.

લેવલ 3

આ સ્તરના કર્મચારીઓમાં પોલીસ કોન્સ્ટેબલ અને સ્કીલ સ્ટાફનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 21,700 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 40,362 રૂપિયા વધીને 62,062 રૂપિયા થઈ જશે.

લેવલ 4

તેમાં પોલીસ સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 25,500 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 47,430 રૂપિયા વધીને 72,930 રૂપિયા થશે.

લેવલ 5

વરિષ્ઠ કારકુન અને ઉચ્ચ સ્તરીય તકનીકી અધિકારીઓ લેવલ 5 હેઠળ આવે છે. આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 29,200 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 54,312 રૂપિયા વધીને 83,512 રૂપિયા થઈ જશે.

લેવલ 6

આ સ્તરના કર્મચારીઓમાં ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 35,400 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 65,844 રૂપિયા વધીને 1,01,244 રૂપિયા થઈ જશે.

લેવલ 7

અધિક્ષક, વિભાગ અધિકારી અને મદદનીશ ઈજનેર લેવલ 7 હેઠળ આવે છે. આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 44,900 રૂપિયા છે. પગાર પંચ લાગુ થયા બાદ તેમનો પગાર 83,514 રૂપિયા વધીને 1,28,414 રૂપિયા થઈ જશે.

લેવલ 8

તેમાં સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 47,600 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 88,536 રૂપિયા વધીને 1,36,136 રૂપિયા થશે.

લેવલ 9

આ સ્તરના કર્મચારીઓમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને એકાઉન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર રૂ. 53,100 છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 98,766 રૂપિયા વધીને 1,51,866 રૂપિયા થશે.

લેવલ 10

લેવલ 10 સરકારી કર્મચારીઓમાં સિવિલ સર્વિસ ઓફિસર્સ અને ગ્રુપ-એ ઓફિસર્સનો સમાવેશ થાય છે. આ અધિકારીઓનો વર્તમાન મૂળ પગાર રૂ. 56,100 છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 1,04,346 રૂપિયા વધીને 1,60,446 રૂપિયા થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget