શોધખોળ કરો

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા

8th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની તૈયારીઓ શરૂ, જાણો 1 થી 7મા પગાર પંચમાં કેટલો વધ્યો લઘુત્તમ પગાર અને કયા પંચમાં થયો સૌથી વધુ ફાયદો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી દીધી.
  • આઝાદી પછી સાત પગાર પંચોએ કર્મચારીઓના પગાર વધાર્યા છે.
  • ચોથા અને પાંચમા પગાર પંચે પગારમાં મોટો ઉછાળો આપ્યો.
  • છઠ્ઠા પંચે ફિટમેન્ટ ફેક્ટર રજૂ કર્યું, સાતમાએ સૌથી વધુ.

8th Pay Commission Update: કેન્દ્રીય કેબિનેટ દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની શરતોને મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પડી ગયું છે. નવા પંચને તેની રચનાના 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપવા માટે કહેવાયું છે. આ જાહેરાત સાથે જ લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નજર ફરી એકવાર સંભવિત પગાર વધારા પર મંડાઈ છે. ત્યારે ચાલો આજે પગાર પંચનો રસપ્રદ ઈતિહાસ જાણીએ અને સમજીએ કે આઝાદી પછી અત્યાર સુધી કયા પગાર પંચે કર્મચારીઓને સૌથી વધુ ફાયદો કરાવ્યો છે.

આઝાદી પછીના પગાર પંચની સફર

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારનું માળખું, ભથ્થાં અને પેન્શનની સમીક્ષા કરવાની જવાબદારી પગાર પંચની હોય છે. 1947 માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે. 1947 માં આવેલા પ્રથમ પગાર પંચે સરકારી પગાર માળખાનો પાયો નાખ્યો હતો, જેમાં લઘુત્તમ મૂળ પગાર માત્ર ₹55 અને મહત્તમ પગાર ₹2,000 નક્કી કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 1959 માં બીજા પગાર પંચે લઘુત્તમ પગાર ₹55 થી વધારીને ₹80 કર્યો (જેમાં 45% નો વધારો જોવા મળ્યો). 1973 ના ત્રીજા પગાર પંચમાં આ રકમ ₹80 થી વધારીને ₹196 કરવામાં આવી.

ચોથા અને પાંચમા પંચે આપ્યો મોટો ઉછાળો

ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ચોથા અને પાંચમા પગાર પંચે કર્મચારીઓને સૌથી મોટો આર્થિક લાભ કરાવ્યો હતો. ચોથા પગાર પંચે લઘુત્તમ પગાર ₹196 થી સીધો વધારીને ₹750 કરી દીધો. જ્યારે પાંચમા પગાર પંચ વખતે લઘુત્તમ પગાર ₹750 થી કૂદકો મારીને ₹2,550 પર પહોંચી ગયો હતો.

છઠ્ઠા પંચથી શરૂ થયો 'ફિટમેન્ટ ફેક્ટર' નો ટ્રેન્ડ

વર્ષ 2006 માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું, ત્યારે તેણે પહેલીવાર 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) નો નવો ખ્યાલ રજૂ કર્યો. તે સમયે 1.86 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ વેતન વધીને ₹7,000 કરવામાં આવ્યું. ત્યારબાદ 2016 માં સાતમું પગાર પંચ લાગુ થયું, જેણે અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર આપ્યો. જેના પરિણામે કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹7,000 થી વધીને સીધો ₹18,000 થઈ ગયો.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: લઘુત્તમ પગાર ₹18,000 થી વધીને ₹72,000 થશે? સરકારી તિજોરી પર 9 લાખ કરોડનો બોજ

તો આખરે સૌથી વધુ ફાયદો કયા પંચમાં થયો?

જો આપણે પગારમાં થયેલા માત્ર ટકાવારીના વધારાને ધ્યાનમાં લઈએ, તો ચોથું પગાર પંચ સૌથી આગળ રહે છે. તેણે લઘુત્તમ વેતનમાં લગભગ 282% નો જંગી વધારો કર્યો હતો, જે ભારતના પગાર પંચના ઇતિહાસમાં સૌથી મોટો ઉછાળો છે.

પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટરના આધારે સરખામણી કરીએ, તો સાતમું પગાર પંચ બાજી મારી જાય છે. તેનો 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે, જેણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં નોંધપાત્ર અને મજબૂત સુધારો કર્યો છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે 8મું પગાર પંચ કર્મચારીઓની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે!

Frequently Asked Questions

8મા પગાર પંચ વિશે તાજેતરની જાણકારી શું છે?

કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી દીધી છે અને તેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પડ્યું છે. તેને 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપવાનો રહેશે.

પગાર પંચનો મુખ્ય હેતુ શું છે?

પગાર પંચની મુખ્ય જવાબદારી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારનું માળખું, ભથ્થાં અને પેન્શનની સમીક્ષા કરવાની હોય છે. તે આ મુદ્દાઓ પર સરકારને રિપોર્ટ સોંપે છે.

કયા પગાર પંચે કર્મચારીઓને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ આર્થિક લાભ કરાવ્યો?

ટકાવારીની દ્રષ્ટિએ ચોથા પગાર પંચે લઘુત્તમ વેતનમાં લગભગ 282% નો જંગી વધારો કરીને કર્મચારીઓને સૌથી મોટો આર્થિક લાભ કરાવ્યો હતો.

સૌથી વધુ ફિટમેન્ટ ફેક્ટર કયા પગાર પંચ દ્વારા આપવામાં આવ્યો હતો?

અત્યાર સુધીનો સૌથી ઊંચો 2.57નો ફિટમેન્ટ ફેક્ટર સાતમા પગાર પંચ દ્વારા આપવામાં આવ્યો હતો, જેનાથી લઘુત્તમ પગાર ₹7,000 થી વધીને ₹18,000 થયો.

ટોપ સ્ટોરી

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Gold Price: સોનાની ખરીદી પર મોટો નિર્ણય: 6 નવા જિલ્લાઓમાં હોલમાર્કિંગના નિયમો લાગુ, જુઓ સંપૂર્ણ યાદી
Gold Price: સોનાની ખરીદી પર મોટો નિર્ણય: 6 નવા જિલ્લાઓમાં હોલમાર્કિંગના નિયમો લાગુ, જુઓ સંપૂર્ણ યાદી
1.65 લાખનો આ શેર, રોકાણકારને બનાવશે માલામાલ, જાણો શું કહે છે એક્સ્પર્ટ?
1.65 લાખનો આ શેર, રોકાણકારને બનાવશે માલામાલ, જાણો શું કહે છે એક્સ્પર્ટ?
ડિવોર્સ બાદ મળતી એલિમનીની રકમ પર પણ ભરવો પડે છે ટેક્સ? જાણો શું છે આવકવેરાના નિયમ
ડિવોર્સ બાદ મળતી એલિમનીની રકમ પર પણ ભરવો પડે છે ટેક્સ? જાણો શું છે આવકવેરાના નિયમ

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
Embed widget