શોધખોળ કરો

8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખાસ માહિતી: જાણો અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર મુજબ તમારા બેઝિક પગારમાં કેટલો ઉછાળો આવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચની ભલામણોની કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા.
  • જયપુરમાં બેઠકો, પગાર નિર્ધારણ માટે ચર્ચાઓ શરૂ થઈ.
  • વિવિધ ફિટમેન્ટ ફેક્ટર મુજબ પગારમાં મોટો વધારો સંભવ.
  • કર્મચારી યુનિયનોની ફિટમેન્ટ ફેક્ટર માટે 4.0 સુધી માંગ.

8th Pay Commission level 5 to 8 salary: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલ 8મા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે કર્મચારી સંગઠનો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2026 ના રોજ જયપુરમાં બેઠકો યોજાવાની છે, જે પછી સપ્ટેમ્બરમાં ચેન્નાઈ અને પુડુચેરીમાં પણ ચર્ચાઓ થશે. જોકે, હજુ સુધી 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

આગળનો પગાર કેટલો હશે તે જાણવા માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે. તો ચાલો સમજીએ કે જો અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો લેવલ 5 થી 8 ના કર્મચારીઓના બેઝિક પગારમાં કેટલો વધારો થઈ શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર શું છે?

સરળ ભાષામાં કહીએ તો, ફિટમેન્ટ ફેક્ટર એવો ગુણક (આંકડો) છે જેના આધારે તમારા હાલના મૂળ પગારને નવા પગાર માળખામાં ફેરવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારો મૂળ પગાર 35,400 રૂપિયા છે અને સરકાર 2.0 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, તો તમારો નવો બેઝિક પગાર 70,800 રૂપિયા (35,400 x 2.0) થઈ જશે. અગાઉ 7મા પગાર પંચમાં સરકારે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો, જેનાથી 35,400 બેઝિક પગાર વધીને આશરે 90,978 રૂપિયા થયો હતો.

લેવલ 5 થી 8 સુધીના પગારની સંભવિત ગણતરી

લેવલ 5 થી 8 માં સિનિયર ક્લાર્ક, ટેકનિકલ સ્ટાફ, જુનિયર એન્જિનિયર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સેક્શન ઓફિસર, ઇન્સ્પેક્ટર અને સિનિયર સુપરવાઇઝર જેવી ઘણી મહત્વની વહીવટી અને ટેકનિકલ પોસ્ટ્સનો સમાવેશ થાય છે. જુઓ અલગ-અલગ ફેક્ટર મુજબ પગારનો અંદાજ:

લેવલ 5: 7મા પગાર પંચમાં આ લેવલનો પ્રારંભિક બેઝિક પગાર 29,200 રૂપિયા છે.

2.0 ફેક્ટર મુજબ: આશરે 58,400 રૂપિયા

2.1 ફેક્ટર મુજબ: આશરે 61,320 રૂપિયા

2.25 ફેક્ટર મુજબ: આશરે 65,700 રૂપિયા

2.57 ફેક્ટર મુજબ: આશરે 75,044 રૂપિયા

લેવલ 6: આ લેવલમાં શરૂઆતી બેઝિક પગાર 35,400 રૂપિયા છે.

2.0 ફેક્ટર મુજબ: આશરે 70,800 રૂપિયા

2.1 ફેક્ટર મુજબ: આશરે 74,340 રૂપિયા

2.25 ફેક્ટર મુજબ: આશરે 79,650 રૂપિયા

2.57 ફેક્ટર મુજબ: આશરે 90,978 રૂપિયા

લેવલ 7: આ સ્તરનો પ્રારંભિક મૂળ પગાર 44,900 રૂપિયા છે.

2.0 ફેક્ટર મુજબ: આશરે 89,800 રૂપિયા

2.1 ફેક્ટર મુજબ: આશરે 94,290 રૂપિયા

2.25 ફેક્ટર મુજબ: આશરે 101,025 રૂપિયા

2.57 ફેક્ટર મુજબ: આશરે 115,393 રૂપિયા

લેવલ 8: હાલનો પ્રારંભિક બેઝિક પગાર 47,600 રૂપિયા છે.

2.0 ફેક્ટર મુજબ: આશરે 95,200 રૂપિયા

2.1 ફેક્ટર મુજબ: આશરે 99,960 રૂપિયા

2.25 ફેક્ટર મુજબ: આશરે 107,100 રૂપિયા

2.57 ફેક્ટર મુજબ: આશરે 122,332 રૂપિયા

આ સ્પષ્ટ દર્શાવે છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, તમારો અંદાજિત બેઝિક પગાર તેટલો જ વધારે આવશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: લેવલ 3 કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ પૂરી ગણતરી

કર્મચારી સંગઠનોની માંગ કેટલી છે?

કર્મચારી યુનિયનોની અપેક્ષાઓ સરકાર પાસે ઘણી ઊંચી છે. NC-JCM, AIDEF અને ભારત પેન્શનર્સ સમાજ જેવા સંગઠનોએ 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જ્યારે ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘે તો 4.0 ની માંગ મૂકી છે. જોકે, આ માંગણીઓનો અર્થ એ નથી કે સરકાર આ જ દરો મંજૂર કરશે. ભૂતકાળ પર નજર કરીએ તો 7મા પગાર પંચ વખતે યુનિયનોએ 3.71 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી હતી, પરંતુ સરકારે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કર્યો હતો.

ઉપર દર્શાવેલા 2.0 થી 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરના આંકડાઓ માત્ર કામચલાઉ ગણતરી અને સંભવિત ચિત્ર દર્શાવે છે. 8મા પગાર પંચની અંતિમ ભલામણો, પગાર મેટ્રિક્સ અને કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરી બાદ જ સાચો બેઝિક પગાર નક્કી થશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ

Frequently Asked Questions

ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે પગારને કેવી રીતે અસર કરે છે?

ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જેના આધારે હાલના મૂળ પગારને નવા પગાર માળખામાં ફેરવવામાં આવે છે. તે જેટલો ઊંચો હોય, કર્મચારીનો અંદાજિત બેઝિક પગાર તેટલો જ વધારે આવે છે.

8મા પગાર પંચ અંતર્ગત કર્મચારી સંગઠનો કયા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે?

NC-JCM, AIDEF અને ભારત પેન્શનર્સ સમાજ જેવા સંગઠનોએ 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જ્યારે ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘે 4.0 ની માંગ મૂકી છે.

7મા પગાર પંચમાં સરકારે કેટલો ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કર્યો હતો?

7મા પગાર પંચ વખતે કર્મચારી યુનિયનોએ 3.71 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી હતી. જોકે, સરકારે અંતિમ મંજૂરી તરીકે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો.

8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ક્યાં અને ક્યારે યોજાવાની છે?

31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2026 ના રોજ જયપુરમાં બેઠકો યોજાવાની છે. ત્યારપછી સપ્ટેમ્બરમાં ચેન્નાઈ અને પુડુચેરીમાં પણ ચર્ચાઓ થશે.

Advertisement

ટોપ સ્ટોરી

UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
બેંક ઓફ ઈન્ડિયાની નવી FD સ્કીમ: 500 દિવસમાં મળશે 7.50% સુધી વ્યાજ, જુઓ સંપૂર્ણ વિગત
બેંક ઓફ ઈન્ડિયાની નવી FD સ્કીમ: 500 દિવસમાં મળશે 7.50% સુધી વ્યાજ, જુઓ સંપૂર્ણ વિગત
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
ધનતેરસ પહેલા સોનામાં મોટો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ધનતેરસ પહેલા સોનામાં મોટો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
Embed widget