શોધખોળ કરો

Aadhaar update: કોઈ દસ્તાવેજ ન હોવા છતાં પણ તમે આધાર અપડેટ કરી શકો, જાણો

યૂઆઈડીએઆઈ આધાર વપરાશકર્તાઓ માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો.

Aadhaar Update :  યૂઆઈડીએઆઈ આધાર વપરાશકર્તાઓ માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે. આધાર અપડેટ કરતી વખતે ઘણી વખત લોકોને સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા લોકો એવા છે જેમની પાસે આધાર સિવાય અન્ય કોઈ માન્ય દસ્તાવેજ નથી. આવી સ્થિતિમાં, આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરવામાં સમસ્યા છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાને દૂર કરવા માટે, UIDAIએ 'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા લઈને આવી છે. આ વિકલ્પ દ્વારા, તમે તમારા ઘરના વડાના દસ્તાવેજોની મદદથી તમારા આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરી શકો છો.

આ લોકો માટે આ સુવિધા મદદરૂપ છે

'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે. બાળકો, પત્ની/પતિ, માતા-પિતા જેવા લોકોને તેનો લાભ મળી શકે છે. ઘણી વખત બાળકો પાસે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નથી હોતા. આવી સ્થિતિમાં, તે તેના માતાપિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાનું આધાર અપડેટ કરાવી શકે છે. UIDAI એ આ બાબતે 3 જાન્યુઆરી, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી છે કે હવે ફક્ત 'હેડ ઑફ ફેમિલી' દસ્તાવેજોની મદદથી તમે તમારા પોતાના દસ્તાવેજો વિના પણ આધાર અપડેટ કરાવી શકશો.

પરિવારના વડા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે

આ બાબતે માહિતી આપતા UIDAIએ કહ્યું છે કે જો તમે 'હેડ ઓફ ફેમિલી'ના દસ્તાવેજો દ્વારા તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારે તે વ્યક્તિ સાથે તમારા સંબંધને સાબિત કરવું પડશે. આ માટે તમારે રેશન કાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં તમારા ઘરના વડાનું નામ નોંધાયેલ છે. જો તમારી પાસે આવા કોઈ દસ્તાવેજો નથી, તો તમે સ્વ-ઘોષણા દ્વારા UIDAI પાસ સબમિટ કરીને 'પરિવારના વડા' આધારિત આધાર અપડેટ મેળવી શકો છો.

'પરિવારના વડા'ની મદદથી તમારું આધાર આ રીતે અપડેટ કરો-

કુટુંબના વડાના દસ્તાવેજોની મદદથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો.

આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો.

આ પછી, આધારમાં એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરો.

આ પછી, જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી, તો એડ્રેસ અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો.

આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે.

આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર HOFને મોકલવામાં આવશે. આ પછી, તેણે આધાર પોર્ટલમાં લોગિન કરીને 30 દિવસની અંદર તેની મંજૂરી આપવી પડશે.

આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.

ધ્યાનમાં રાખો, જો 30 દિવસની અંદર મંજૂરી નહીં મળે, તો આ વિનંતીને નકારી કાઢવામાં આવશે. 

ટોપ સ્ટોરી

શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 23,000 ને પાર 
શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 23,000 ને પાર 
Gold Rate: એક ઝટકામાં ₹5000 તૂટી ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: એક ઝટકામાં ₹5000 તૂટી ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ કિંમત 
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget