શોધખોળ કરો

Aadhaar Card Free Update Deadline: ઘરે બેઠા મફતમાં અપડેટ કરો આધારકાર્ડ, આ તારીખ બાદ આપવા પડશે પૈસા 

જો તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કર્યું તો આ સમાચાર તમારા માટે છે. આધાર ઓનલાઈન અપડેટ કરવાની અંતિમ તારીખ નજીક છે.

Aadhaar Free Update Deadline: જો તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કર્યું તો આ સમાચાર તમારા માટે છે. આધાર ઓનલાઈન અપડેટ કરવાની અંતિમ તારીખ નજીક છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ આધાર કાર્ડને અપડેટ કરવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. જે મુજબ, જો તમે તમારું આધાર કાર્ડ (Aadhaar update online) 10 વર્ષથી અપડેટ કર્યું નથી, તો તેને 14 જૂન સુધીમાં અપડેટ કરાવી લો.

મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન, 2024 છે. તમે તમારું આધાર કાર્ડ 14 જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. 14 જૂન પછી, જો તમે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું અને ઓળખ અપડેટ કરો છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. UIDAI એ સૂચવ્યું હતું કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમારે આ ઓળખ ID હેઠળ વસ્તી વિષયક માહિતી અપડેટ કરવી જોઈએ.

UIDAIની વેબસાઈટ પર જઈને આ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો. આ માટે તમારે UIDAI પોર્ટલ પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જાઓ છો, તો તમારી પાસેથી 50 રૂપિયા લેવામાં આવશે.

નીચે આપેલા પગલાંને અનુસરીને, તમારું આધાર ઘરે બેઠા જ મિનિટોમાં અપડેટ થઈ જશે.

UIDAI ની સત્તાવાર સાઇટ uidai.gov.in પર જાઓ.
તમારી ભાષા પસંદ કરો.
જો તમે તમારું સરનામું અપડેટ કરવા માંગો છો તો આધાર અપડેટ વિકલ્પ પર જાઓ.
આગલી સ્ક્રીન પર, માય આધારમાં લોગ ઇન કરવા માટે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
હવે વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા OTP દ્વારા લોગિન કરો.
હવે એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
હવે ડોક્યુમેન્ટ અપડેટ પર જાઓ અને નામ, જન્મ તારીખ, સરનામું જેવી વસ્તી વિષયક વિગતોની ચકાસણી કરો.
આ પછી ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો દસ્તાવેજ (2 MB કરતા ઓછા  અને PDF, JPEG, PNG માં) અપલોડ કરો.
પુરાવા તરીકે PAN કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત સૂચિબદ્ધ દસ્તાવેજોમાંથી કોઈપણ એક અપલોડ કરો.
આ પછી તમે સબમિટ બટન પર ક્લિક કરો.
અપડેટ માટે વિનંતી કર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 14 અંકનો અપડેટ વિનંતી નંબર મોકલવામાં આવશે. આના દ્વારા તમે તમારી આધાર અપડેટ વિનંતીને ટ્રેક કરી શકશો. જ્યારે આધાર કાર્ડ અપડેટ થશે, ત્યારે તમને મેઇલ અથવા મેસેજમાં અપડેટ કરવામાં આવશે.

જો તમે ઇચ્છો તો, તમે આધાર કાર્ડ સેન્ટર પર જઈને તેમાં કરેલા ફેરફારો મેળવી શકો છો. અહીં પણ તમારું કામ સરળતાથી થઈ જશે જેના માટે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે. 

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget