શોધખોળ કરો

Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!

Aadhaar-PAN Link Alert: વાસ્તવમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે ફક્ત ત્રણ દિવસ બાકી છે

Aadhaar-PAN Link Alert: જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ (Aadhaar-PAN Link)ને લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે ફક્ત ત્રણ દિવસ બાકી છે, કારણ કે આ કામ કરવા માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમારે વર્ષના છેલ્લા દિવસ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારું પાન કાર્ડ બેકાર થઈ જશે અને ઈનએક્ટિવેટ થઈ શકે છે. આનાથી અનેક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ લોકોએ પાન-આધાર લિંક કરવાની જરૂર છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ભારતીય કર કાયદા હેઠળ પાન-આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે. 1 ઓક્ટોબર, 2024 પહેલા આધાર નંબરનો ઉપયોગ કરીને પાન કાર્ડ જાહેર કરાયેલા કાર્ડધારકો માટે આ આધાર-પાન લિંકિંગ પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધીમાં ફરજિયાત છે. આવકવેરા વિભાગે 3 એપ્રિલ, 2025ના રોજ એક સૂચના દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આવા પાન યુઝર્સને આ વર્ષના અંત સુધીમાં લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

1 જાન્યુઆરીથી પાન કાર્ડ બેકાર થઈ જશે!

જો આધાર-પાન લિંકિંગ 31 ડિસેમ્બરની અંતિમ તારીખ સુધીમાં પૂર્ણ ન થાય તો આવા યુઝર્સ પાન કાર્ડ વર્ષના પહેલા દિવસ, 1 જાન્યુઆરી, 2026થી ઈનએક્ટિવેટ થઈ શકે છે. આ ઉપરાંત, અન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, જેમાં દંડ, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા પર પ્રતિબંધ, વિલંબિત રિફંડ અને સ્ત્રોત પર ઉચ્ચ કર કપાતનો સમાવેશ થાય છે. તેથી અન્ય કાર્યોને બાજુ પર રાખીને આ કાર્ય પહેલા પૂર્ણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

પાન-આધાર લિંકિંગ શા માટે જરૂરી છે?

જો પાન સમયમર્યાદા સુધીમાં આધાર સાથે લિંક ન થાય અને તમારું પાન કાર્ડ ત્યારબાદ ઈનએક્ટિવેટ થઈ જાય તો આ ઈનએક્ટિવેટ પાન કાર્ડ કરદાતાઓને ITR ફાઇલ કરવાથી, રિફંડ મેળવવાથી અને PAN ફરજિયાત હોય તેવા તમામ ટ્રાન્જેક્શન પૂર્ણ કરવાથી રોકી શકે છે. બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને બ્રોકર્સ KYC-સંબંધિત સમસ્યાઓને કારણે સેવાઓ સ્થગિત કરી શકે છે.

ઘરે બેઠા PAN-આધાર કેવી રીતે લિંક કરવું

આવકવેરા વિભાગની વેબસાઇટ www.incometax.gov.in ની મુલાકાત લો.
પેજ પર ક્વિક લિંક્સ સેક્શનમાં જાવ અને "Link Aadhaar " પર ક્લિક કરો.
તમારી સ્ક્રીન પર ખુલતી નવી વિન્ડોમાં તમારો PAN, આધાર અને મોબાઇલ નંબર દાખલ કરો.
'I validate my Aadhaar details' વિકલ્પ પસંદ કરો.
આમ કર્યા પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
જરૂરી ફીલ્ડમાં વન-ટાઇમ પાસવર્ડ દાખલ કરો અને 'Validate' પર ક્લિક કરો.
આ સમગ્ર પ્રક્રિયા પછી તમારું PAN તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 
1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget