Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્રની રાહત બાદ આ રાજ્યોએ પણ ઘટાડ્યો ટેક્સ, જાણો શું છે નવી કિંમત
Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ છે
Excise Duty Cut On Petrol Diesel : પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી હતી.પેટ્રોલ-ડીઝલ પરનો નવો ભાવ આજથી જ અમલી બની ગયો છે.
ચાલો જોઈએ કે કયા રાજ્યમાં કેટલા છે ભાવ....
કેરળ સરકારે કિંમતમાં ઘટાડો કર્યો
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યના ટેક્સમાં અનુક્રમે રૂ. 2.41 અને રૂ. 1.36નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
રાજસ્થાનમાં ભાવમાં ઘટાડો
રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર રૂ. 1.16 પ્રતિ લિટર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. જે બાદ હવે રાજ્યમાં પેટ્રોલ 10.48 રૂપિયા અને ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.
ઝારખંડ સરકારે કાપ મૂકવાનો ઇનકાર કર્યો
હાલમાં, ઝારખંડ સરકારે વેટના દરમાં ઘટાડો કરવાની કોઈ યોજના બનાવી નથી. નાણામંત્રી રામેશ્વર ઓરાંનું કહેવું છે કે પેટ્રોલ સબસિડી યોજના ઝારખંડમાં પહેલાથી જ અસરકારક છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્ય સરકાર વેટના દરમાં સીધો ઘટાડો કરવાનું વિચારી રહી નથી.
આજે શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
- જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
- મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
- હાલમાં કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.72 રૂપિયા પ્રતિ લીટર છે.