ભારતના વધુ એક રાજ્યમાં બશે Appleની પ્રોડક્ટ, ફોક્સકોન ગ્રુપ કરશે $500 મિલિયનનું રોકાણ
Foxconn Group: ફોક્સકોન રંગારેડ્ડી જિલ્લામાં કોંકર કલાન ખાતે પ્લાન્ટ સ્થાપશે. મંત્રી કેટી રામારાવે કહ્યું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 25,000 નોકરીની તકો ઉભી કરવામાં આવશે.
Foxconn Group Investment in Telangana: એપલ કંપની હવે ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા જઈ રહી છે. Appleના સપ્લાયર ફોક્સકોન તેલંગાણામાં $500 મિલિયનનું રોકાણ કરશે. ફોક્સકોન હૈદરાબાદ નજીક રંગારેડ્ડી જિલ્લામાં કોંકર કલાન ખાતે પ્લાન્ટ સ્થાપશે. તેલંગાણાના શહેરી વિકાસ મંત્રી કેટી રામારાવે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 25,000 નોકરીની તકો ઉભી કરવામાં આવશે.
એપલ કંપની ચીનમાંથી બહાર નીકળવા માંગે છે
તેલંગાણા સરકાર અને ફોક્સકોનના સંયુક્ત નિવેદનમાં કંપનીએ નવા પ્લાન્ટ દ્વારા વિશ્વસ્તરીય ઉત્પાદનો પહોંચાડવાનું વચન આપ્યું છે. નિવેદનમાં, કંપનીએ વ્યવસાય માટે વાતાવરણ પ્રદાન કરવા બદલ રાજ્યનો આભાર માન્યો. કોવિડ રોગચાળા અને બેઇજિંગમાં કડક લોકડાઉનને કારણે, ચીનમાં ફોક્સકોન કંપનીએ Appleના નવા ઉપકરણો અને અન્ય પ્રકારના ઉત્પાદન પર અસર કરી હતી. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે કંપની ચીનમાંથી પોતાનું ઉત્પાદન બહાર કાઢવાનો પણ પ્રયાસ કરી રહી છે.
Demonstrating the “Telangana Speed”, I am happy to announce the groundbreaking of first of Foxconn’s plants in Telangana at Kongar Kalaan today
— KTR (@KTRBRS) May 15, 2023
With an investment of over $500M it shall create 25,000 direct jobs in first Phase #Telangana #Foxconn pic.twitter.com/PHThJWxsfT
એપલ કંપનીએ બેંગ્લોરમાં જમીન ખરીદી હતી
ગયા મહિને એપલ દિલ્હી અને મુંબઈમાં બે સ્ટોર ખોલવાની હતી, જેના કાર્યક્રમમાં સીઈઓ ટિમ કૂક ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ હસ્તીઓને મળ્યા હતા. Apple ભારતમાં તેના સત્તાવાર સ્ટોર્સ ખોલીને સીધા ભારતીય બજારમાં પ્રવેશ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ મહિને ફોક્સકોન ગ્રુપે બેંગલુરુમાં જમીન ખરીદી હતી. કંપનીએ રૂ. 303 કરોડની જમીન ખરીદી હતી. એપલે પોતાના ડેટામાં જણાવ્યું છે કે ભારતમાં iPhone યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. કંપનીનો ગ્રોથ અહીં સારો રહ્યો છે.
ફોક્સકોને ભારતમાં તેનો નવો પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં જમીન ખરીદી છે. ફોક્સકોનના ફ્લેગશિપ યુનિટ હોન હૈ પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી કંપનીએ આ સોદો કર્યો છે, જેની માહિતી લંડન સ્ટોક એક્સચેન્જને આપવામાં આવી છે. કંપનીએ એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે કર્ણાટકમાં 300 કરોડની જમીન લીધી છે.
ભારતમાં આ પ્લાન્ટના નિર્માણથી લગભગ 1 લાખ નોકરીઓનું સર્જન થવાની આશા છે. ચીનના ઝેંગઝોઉમાં કંપનીનું વિશાળ આઇફોન એસેમ્બલી સંકુલ હાલમાં લગભગ 200,000 કામદારોને રોજગારી આપે છે. જો કે, પીક પ્રોડક્શન સીઝન દરમિયાન આ સંખ્યા વધે છે. ભારતમાં ફોક્સકોનનું આ રોકાણ અત્યાર સુધીનું સૌથી મોટું સિંગલ રોકાણ છે.