શોધખોળ કરો

Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો

Bitcoin: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો કેપિટલ બનાવવાનું વચન આપ્યું છે.

Bitcoin Update: બિટકોઈન (Bitcoin) પ્રથમ વખત 90000 ડોલરને પાર કરી ગયો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર વધારો થયો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ બિટકોઈન સતત નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયો છે. બુધવારે બિટકોઇન 5.49 ટકાના ઉછાળા સાથે 93,158 ડોલરની વિક્રમી ટોચે પહોંચી ગયો હતો.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો કેપિટલ બનાવવાનું વચન આપ્યું છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ સંપત્તિઓને પ્રોત્સાહન આપવા માટે નીતિ લાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકામાં મોટા પાયા પર બિટકોઈન રિઝર્વ જોવા માંગે છે.

આ પહેલા બુધવારે બિટકોઈનમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રથમ વખત બિટકોઈન 90000 ડોલરને પાર કરી ગયો હતો. ક્રિપ્ટો નિષ્ણાતો માને છે કે બિટકોઈન વર્ષ 2024માં જ 1 લાખ ડોલરની ઐતિહાસિક ટોચને પાર કરી શકે છે. બર્નસ્ટેનના ક્રિપ્ટો નિષ્ણાતોએ આગાહી કરી છે કે વર્ષ 2025માં બિટકોઈન 2 લાખ ડોલરને સ્પર્શ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ બિટકોઈનમાં 32 ટકાથી વધુનો વધારો થયો છે. 6 નવેમ્બરના રોજ એક જ સત્રમાં યુએસ ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ બિટકોઈન 8 ટકા વધીને 75,000 ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો, જે હવે 93,000 ડોલરને પાર કરી ગયો છે.

સોફ્ટવેર અને બિટકોઇનમાં સૌથી વધુ રોકાણ કરનાર કંપની માઇક્રોસ્ટ્રેટેજીએ ઓક્ટોબર 31 અને નવેમ્બર 10 વચ્ચે 2 બિલિયન ડોલર કરતાં વધુ મૂલ્યના બિટકોઇન્સ ખરીદ્યા છે. બિટકોઈનમાં વધારો થવાનું આ પણ એક મોટું કારણ છે. જેપી મોર્ગનના વિશ્લેષકોએ મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરીથી ચૂંટાયા બાદ તેઓ SECના નવા અધ્યક્ષની નિમણૂક કરી શકશે. SEC એ એજન્સી છે જે લગભગ 3 વર્ષથી કાનૂની કાર્યવાહી અને નાણાકીય દંડ દ્વારા ક્રિપ્ટો બિઝનેસ પર પક્કડ મજબૂત કરવામાં વ્યસ્ત છે. બિટકોઈનમાં વધારો થવાનું આ પણ એક મુખ્ય કારણ છે.                                 

RIL Share Price: રિલાયન્સના શેરમાં આવી શકે છે 70 ટકાનો ઉછાળો! આ વિદેશી ફર્મે કર્યો મોટો ધડાકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

Embed widget