LIC New Jeevan Shanti Policy: નિવૃત્તિ પછી, તમામ લોકોની આવકના સ્ત્રોત સમાપ્ત થઈ જાય છે, પરંતુ સામાન્ય જીવનના ખર્ચાઓ ચાલું જ રહે છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ પછી પૈસાની કોઈ અછત ન રહે, તેથી લોકો વિવિધ પ્રકારની પેન્શન યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC અનેક પ્રકારની પેન્શન યોજનાઓ લાવતી રહે છે. આજે અમે તમને જે પેન્શન પ્લાન વિશે જણાવી રહ્યા છીએ તે LICનો નવો જીવન શાંતિ પ્લાન છે. તે વાર્ષિકી યોજના છે એટલે કે પેન્શનની રકમ ખરીદીના સમયે નક્કી કરવામાં આવે છે.
ન્યૂ જીવન શાંતિ યોજના શું છે?
ન્યૂ જીવન શાંતિ યોજનાએ એલઆઈસી તરફથી નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપટિંગ, વ્યક્તિગત, સિંગલ પ્રીમિયમ, ડેફર્ડ વાર્ષિકી યોજના છે. આ યોજનાઓમાં, તમને વાર્ષિકી પર બે પ્રકારના વિકલ્પો મળે છે. આ પોલિસી ખરીદતી વખતે તમારે એક સામટી રકમ જમા કરાવવી પડશે. આ પછી, તમને એક નિશ્ચિત અવધિ પર પેન્શન મળવાનું શરૂ થાય છે.
તમે આમાં બે રીતે રોકાણ કરી શકો છો
તમે આ યોજના હેઠળ બે પ્રકારના વિકલ્પો પસંદ કરી શકો છો. પ્રથમ વિકલ્પ છે ડેફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફ. જ્યારે પ્લાન બીજો છે ડેફર્ડ એન્યૂટી ફોર જોઈન્ટ લાઈફ (Deferred annuity for Joint Life). પ્રથમ વિકલ્પમાં, તમે એક વ્યક્તિ માટે પેન્શન સ્કીમ ખરીદી શકો છો. ડેફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફમાં, જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના ખાતામાં જમા થયેલ નાણાં નોમિનીને મળી જશે. બીજી તરફ, જો પોલિસીધારક જીવતો રહે છે તો તેને થોડા સમય પછી પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ડેફર્ડ એન્યૂટી ફોર જોઈન્ટ લાઈફમાં, જો એક વ્યક્તિ મૃત્યુ પામે છે, તો બીજાને પેન્શનની સુવિધા મળે છે. જ્યારે બંને વ્યક્તિઓના મૃત્યુ પછી પોલિસીના જે પૈસા બાકી રહે છે તે નોમિનીને આપવામાં આવે છે.
રોકાણ અને પેન્શનની વિગતો
ન્યૂ જીવન શાંતિ યોજનાની ન્યૂનતમ ખરીદ કિંમત રૂ. 1.5 લાખ છે. એટલે કે તમારે ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો બીજી તરફ, મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે તમારી જરૂરિયાત મુજબ વાર્ષિક, 6 મહિના, 3 મહિના અથવા માસિક ધોરણે પેન્શન મેળવી શકો છો. જો તમે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 1,000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે. વાર્ષિક ધોરણે 12,000 રૂપિયા પેન્શન મળશે.
પોલિસી ખરીદવાની પાત્રતા
તમે આ પોલિસી 1 વર્ષથી 12 વર્ષના ડેફરમેન્ટ પીરિયડ માટે ખરીદી શકો છો. આ પોલિસી ખરીદવા માટે તમારી ઉંમર 30 થી 79 વર્ષ રાખવામાં આવી છે. તમે પેન્શનનો લાભ એટલે કે એન્યુટીનો લાભ 31 થી 80 વર્ષ સુધી લાભ. જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને ડેટ બેનિફિટનો લાભ મળશે. જો તમને પોલિસી ખરીદ્યા પછી તે પસંદ નથી, તો તમે તેને સરેન્ડર પણ કરી શકો છો. આ સાથે, તમે પોલિસી પર લોન પણ મેળવી શકો છો.
આ પણ વાંચો.....
CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR
Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા
Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા
Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય