શોધખોળ કરો

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો

central government da hike 2026: એપ્રિલ 2026 ના CPI ડેટા બાદ મોંઘવારી ભથ્થું (DA) 60% થી વધીને 63% થઈ શકે છે; જાણો પગારમાં કેટલો ફાયદો થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 3% વધારો થવાની સંભાવના.
  • એપ્રિલ 2026 ના AICPI-IW ડેટામાં વધારો, DA 60% થી 63% થઇ શકે.
  • 12 મહિનાના સરેરાશ AICPI-IW ડેટા મુજબ DA ગણતરી થાય છે.
  • પગારમાં વધારો થશે, જે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાભદાયી.

central government da hike 2026: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ખુશખબર છે! તેમના મોંઘવારી ભથ્થા (DA) માં ફરી એકવાર 3% નો વધારો થવાના એંધાણ મળી રહ્યા છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા એપ્રિલ 2026 ના તાજેતરના ડેટા પરથી આ સ્પષ્ટ સંકેત મળે છે. જો આમ થશે, તો કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 60% થી વધીને 63% થઈ જશે. જોકે, આ અંગેનો ફાઈનલ નિર્ણય મે અને જૂન મહિનાના આંકડા આવ્યા બાદ લેવાશે, પરંતુ અત્યારના ટ્રેન્ડને જોતા કર્મચારીઓ માટે આ એક મોટી રાહતના સમાચાર છે.

આંકડા શું કહે છે?

હકીકતમાં, લેબર બ્યુરોના ડેટા મુજબ એપ્રિલ 2026 માં ઔદ્યોગિક કામદારો માટેનો 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ' (AICPI-IW) વધીને 149.9 પોઈન્ટ પર પહોંચી ગયો છે, જે માર્ચ મહિનામાં 149.1 પોઈન્ટ પર હતો. આ જ સમયગાળા દરમિયાન મોંઘવારીનો દર પણ 4.27% થી વધીને 4.46% થઈ ગયો છે. સરકાર આગામી મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે આ જ ઇન્ડેક્સના વધારાને ધ્યાનમાં લે છે.

કેવી રીતે થાય છે ગણતરી?

કેન્દ્ર સરકાર હંમેશા 12 મહિનાના સરેરાશ AICPI-IW ડેટાના આધારે કર્મચારીઓનું DA નક્કી કરે છે. જુલાઈ 2026 માં જે DA વધવાનું છે, તેની ગણતરી માટે જુલાઈ 2025 થી લઈને જૂન 2026 સુધીના આંકડા ધ્યાનમાં લેવાશે. અત્યારની સ્થિતિએ જોઈએ તો મે 2025 થી એપ્રિલ 2026 સુધીનો સરેરાશ ઇન્ડેક્સ 147.51 થાય છે. આ આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો DA નો આંકડો 62.51% આસપાસ બેસે છે. નિયમ મુજબ આને રાઉન્ડ ફિગરમાં ગણીએ તો DA સીધું 63% થાય. હાલમાં કર્મચારીઓને 60% DA મળી રહ્યું છે, એટલે કે તેમને સીધો 3% નો વધુ લાભ મળી શકે છે.

આ પણ વાંચોઃ મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું

પગારમાં કેટલો વધારો થશે?

આ વધારાથી પગારમાં કેટલો ફેર પડશે તેનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે, લેવલ-5 ના કોઈ કર્મચારીનો બેઝિક પગાર 29,200 રૂપિયા છે. અત્યારે 60% ના હિસાબે તેમને 17,520 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. હવે જો DA 63% થઈ જાય, તો આ ભથ્થું વધીને 18,396 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને સીધો 876 રૂપિયાનો પગારમાં વધારો થશે! આનો સીધો લાભ દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.

જોકે, અત્યારે એપ્રિલ મહિનાના ડેટા પ્રમાણે 3% વધારાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પણ અંતિમ જાહેરાત મે અને જૂન 2026 ના આંકડા આવ્યા બાદ જ ફાઈનલ થશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર સત્તાવાર રીતે નવા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.

આ પણ વાંચોઃ બેંક કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો પગાર કેટલો વધશે?

Frequently Asked Questions

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં કેટલા ટકાનો વધારો થવાની શક્યતા છે?

લેબર બ્યુરોના એપ્રિલ 2026 ના ડેટા મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના DA માં 3% નો વધારો થવાની શક્યતા છે. આ વધારા પછી કુલ DA 63% થઈ શકે છે.

DA ગણતરી માટે કયા આંકડા ધ્યાનમાં લેવાય છે?

કેન્દ્ર સરકાર DA નક્કી કરવા માટે 12 મહિનાના સરેરાશ AICPI-IW ડેટાનો ઉપયોગ કરે છે. જુલાઈ 2026 માં DA વધારા માટે જુલાઈ 2025 થી જૂન 2026 સુધીના આંકડા ધ્યાનમાં લેવાશે.

DA માં 3% ના વધારાથી પગારમાં કેટલો વધારો થશે?

લેવલ-5 ના 29,200 રૂપિયાના બેઝિક પગાર ધરાવતા કર્મચારી માટે, 60% થી 63% DA થતાં માસિક પગારમાં 876 રૂપિયાનો વધારો થશે.

DA વધારા અંગેનો અંતિમ નિર્ણય ક્યારે લેવાશે?

એપ્રિલના ડેટા પ્રમાણે 3% વધારાનો સંકેત છે, પરંતુ અંતિમ જાહેરાત મે અને જૂન 2026 ના આંકડા આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget