શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારે પેટ્રોલ 10 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યૂટી વધારી, જાણો તમારા પર શું અસર પડશે
કોરોના વાયરસ સંક્રમણને કારણે માગ ન હોવાને કારણે છેલ્લા મહિનામાં બેંટ ક્રૂડની કિંમત પ્રતિ બેલર 18.10 ડોલરની નીચલી સપાટીએ પહોંચી ગઈ હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 13 રૂપિયા પ્રતિ લિટર વધારી દીધી છે. એક્સાઈઝ ડ્યૂટીમાં વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે કારણ કે આ આંતરરાષ્ટ્રીય કિંતમાં આવેલ ઘટાડા સાથે એડજસ્ટ કરવામાં આવશે અને કિંમતમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.
કોરોના વાયરસ સંક્રમણને કારણે માગ ન હોવાને કારણે છેલ્લા મહિનામાં બેંટ ક્રૂડની કિંમત પ્રતિ બેલર 18.10 ડોલરની નીચલી સપાટીએ પહોંચી ગઈ હતી. આ 1999 બાદ સૌથી સસ્તી કિંમત હતી. જોકે ત્યાર બાદ કિંમતમાં થોડો વધારો થયો છે અને આ 28 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ.
દિલ્હી સરકારે પણ વેટમાં કર્યો વધારો
મંગળવારે દિલ્હી સરકારે ડીઝલ અને પેટ્રોલ પર વેટ વધારવાનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશની સાથે પેટ્રોલ પર વેટ વધીને 27થી 30 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે ડીઝલ પર 16.75 ટકાથી વધીને 30 ટકા પર પહોંચી ગયો છે. એટલે કે હવે દિલ્હીમાં ડીઝલ 1.67 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ 7.10 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.
ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારા બાદ દિલ્હીના નાણાંમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું, ‘જીવન હંમેશા ખુશહાલ અને રૌશન નથી હોતું. મુશ્કેલ સમયમાં મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. નાણાંમંત્રી તરીકે હું આ શીખ્યો છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement