શોધખોળ કરો

નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!

જૂના CPF પેન્શનરો માટે સરકારે મોંઘવારી ભથ્થું (DR) વધાર્યું, 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી નવા દરો લાગુ પડશે, સાથે જ મળશે એરિયર્સનો મોટો લાભ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જૂના CPF લાભાર્થીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો.
  • 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી નવા દર લાગુ.
  • પાછલી અસરથી એરિયર્સની રકમ પણ ચૂકવાશે.
  • 7મા પગાર પંચ મુજબ DA/DR 60% નક્કી કરાયો.

Central Government DA Hike: કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આપવામાં આવી છે. સરકારે 5મા પગાર પંચ હેઠળ આવતા જૂના CPF (કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ) લાભાર્થીઓ અને તેમના પાત્ર પરિવારો માટે મોંઘવારી ભથ્થા (DR) માં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા દરો 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વધારાનો લાભ પાછલી અસરથી અપાશે, જેથી પાત્ર પેન્શનરોને પાછલા મહિનાઓની એરિયર્સની (બાકી નીકળતી) રકમ પણ ચૂકવવામાં આવશે.

કોને મળશે આ વધેલા પેન્શનનો સીધો લાભ?

આ વધારાનો લાભ બધાને નથી, પરંતુ જૂના CPF સ્કીમના ખાસ લાભાર્થીઓને જ મળશે. આ માટે સરકારે મુખ્યત્વે બે અલગ-અલગ કેટેગરી નક્કી કરી છે:

પહેલી કેટેગરી: આમાં એવા હયાત કર્મચારીઓ આવે છે જેઓ 18 નવેમ્બર 1960 થી 31 ડિસેમ્બર 1985 ની વચ્ચે નિવૃત્ત થયા છે અને નિયમિત એક્સ-ગ્રેશિયા પેમેન્ટ મેળવે છે. આ લોકો માટે નવા DR ના દરો આ મુજબ રહેશે:

1 જુલાઈ 2025 થી 474%

1 જાન્યુઆરી 2026 થી 483%

બીજી કેટેગરી: આ કેટેગરીમાં મૃત્યુ પામેલા CPF લાભાર્થીઓની વિધવાઓ અને તેમના પર નિર્ભર બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 નવેમ્બર 1960 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આમાં આવરી લેવાયા છે. તેમના માટે નવા દર આ મુજબ નક્કી કરાયા છે:

1 જુલાઈ 2025 થી 466%

1 જાન્યુઆરી 2026 થી 475%

આ પણ વાંચોઃ મોંઘવારીનો માર: આ રાજ્યમાં 1 જૂનથી દૂધ થશે મોંઘુ, ડેરીએ પ્રતિ લિટર ₹4 નો ભાવ વધાર્યો

એરિયર્સ અને ગણતરીના ખાસ નિયમો

આ નવા દરો અગાઉની તારીખથી લાગુ થવાના હોવાથી લાભાર્થીઓને પાછલા મહિનાઓની પૂરતી બાકી રકમ પણ એકસાથે મળી જશે. સરકારના નિયમ મુજબ, પેન્શનની ગણતરી કરતી વખતે જો કોઈ રકમ પૈસામાં આવતી હશે (ઉદાહરણ તરીકે 200.15 રૂપિયા), તો તેને રાઉન્ડ ઓફ કરીને સીધા આગલા રૂપિયામાં (એટલે કે 201 રૂપિયા) ગણી લેવામાં આવશે. લાભાર્થીઓ સુધી આ પેન્શન અને વધારાની રકમ સાચી રીતે પહોંચે તેની સંપૂર્ણ જવાબદારી પેન્શન વહેંચનારી એજન્સીઓ અને જાહેર ક્ષેત્રની બેંકોની રહેશે.

સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે શું નિયમ છે?

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે 400% થી ઉપરનો આ મોટો વધારો માત્ર જૂના CPF સ્કીમવાળા વરિષ્ઠ નાગરિકો માટે જ છે. બીજી બાજુ, જે સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 7મા પગાર પંચ મુજબ પેન્શન મેળવે છે, તેમનો મોંઘવારી ભથ્થો (DA/DR) 1 જાન્યુઆરી 2026 ની સ્થિતિએ 60% નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બેંક કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો પગાર કેટલો વધશે?

Frequently Asked Questions

5મા પગાર પંચ હેઠળના CPF લાભાર્થીઓ માટે મોંઘવારી ભથ્થા (DR) માં કેટલો વધારો થયો છે?

5મા પગાર પંચ હેઠળ આવતા જૂના CPF લાભાર્થીઓ અને તેમના પાત્ર પરિવારો માટે મોંઘવારી ભથ્થા (DR) માં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવા દરો 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે.

આ વધારાનો લાભ કોને મળશે?

આ વધારાનો લાભ મુખ્યત્વે જૂના CPF સ્કીમના ખાસ લાભાર્થીઓને મળશે. આમાં 18 નવેમ્બર 1960 થી 31 ડિસેમ્બર 1985 વચ્ચે નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારનો સમાવેશ થાય છે.

શું આ વધારાના DR નો લાભ પાછલી અસરથી મળશે?

હા, આ વધારાનો લાભ પાછલી અસરથી અપાશે. આથી, પાત્ર પેન્શનરોને પાછલા મહિનાઓની એરિયર્સ (બાકી નીકળતી) રકમ પણ ચૂકવવામાં આવશે.

સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે DR નો દર શું છે?

સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેઓ 7મા પગાર પંચ મુજબ પેન્શન મેળવે છે, તેમનો મોંઘવારી ભથ્થો (DA/DR) 1 જાન્યુઆરી 2026 ની સ્થિતિએ 60% નક્કી કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget