શોધખોળ કરો

EPFO પેન્શન ₹1000 થી વધીને ₹7500 થઈ ગયું? વિભાગે કર્યો મોટો ખુલાસો

EPFO Pension News: શું ખરેખર EPFO એ લઘુત્તમ પેન્શનમાં વધારો કર્યો છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પરિપત્ર અંગે EPFO એ સત્તાવાર ખુલાસો કરીને લોકોને સાવચેત કર્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન ₹1,000 થી ₹7,500 થયું, આવો દાવો વાયરલ.
  • EPFO એ સ્પષ્ટ કર્યું કે લઘુત્તમ પેન્શન વધારાનો પત્ર સંપૂર્ણપણે નકલી.
  • પેન્શન વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે નિર્ણય લેવાયો નથી.

EPFO Pension News: સોશિયલ મીડિયા પર આજકાલ ખોટા સમાચારો ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે, જે સાચા માની લેવાની ભૂલ ઘણા લોકો કરી બેસે છે. તાજેતરમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના પેન્શનરો માટે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે લઘુત્તમ પેન્શનની રકમ ₹1,000 થી વધારીને સીધી ₹7,500 કરી દીધી છે. જો તમે પણ આ સમાચાર વાંચીને ખુશ થઈ ગયા છો, તો થોભી જાવ! કારણ કે ખુદ EPFO એ સામે આવીને આ વાયરલ મેસેજ પાછળનું સાચું સત્ય જણાવ્યું છે. ચાલો જાણીએ આખી હકીકત શું છે.

શું છે આ વાયરલ દાવો?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક સરકારી પરિપત્ર (સર્ક્યુલર) જેવો પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પરિપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમ અને રોજગાર મંત્રાલયે 30 એપ્રિલથી EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો લાગુ કરી દીધો છે. આ મેસેજ મુજબ, હવેથી તમામ પેન્શનરોને 1 મે, 2026 થી ₹1,000 ને બદલે દર મહિને ₹7,500 પેન્શન મળશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર એટલી ઝડપથી ફેલાયા કે ખુદ સરકારી એજન્સીએ આ અંગે સ્પષ્ટતા કરવા મેદાનમાં આવવું પડ્યું.

EPFO એ શું ખુલાસો કર્યો?

આ વાયરલ દાવા અંગે સ્પષ્ટતા કરતા EPFO એ પોતાના સત્તાવાર 'X' (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. વિભાગે આ વાયરલ પરિપત્રની તસવીર શેર કરીને તેના પર મોટા અક્ષરે "Fake" (નકલી) લખીને લોકોને સાવચેત કર્યા છે. પોસ્ટના કેપ્શનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, "ધ્યાન આપો! લઘુત્તમ EPS પેન્શનમાં વધારા અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલો આ પત્ર સંપૂર્ણપણે નકલી છે."

આ પણ વાંચોઃ શું મિનિમમ પેન્શન ₹1000 થી વધીને સીધું ₹7500 થશે? લાખો કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર

પેન્શન વધારા અંગે હાલ શું સ્થિતિ છે?

અહીં એ નોંધવું જરૂરી છે કે, છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચોક્કસ ચાલી રહી છે કે વિભાગ પેન્શનની રકમ વધારવા પર વિચાર કરી શકે છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કે નક્કર માહિતી આપવામાં આવી નથી. પેન્શનમાં કેટલો વધારો થશે અને તે ક્યારથી લાગુ પડશે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

તેથી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા આધારહીન દાવાઓ સંપૂર્ણપણે પોકળ છે અને તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચવું જોઈએ. કોઈપણ સરકારી યોજનાની માહિતી માટે હંમેશા સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ EPFOની મોટી જાહેરાત: ATMથી ઉપાડી શકાશે PF, પેન્શન 7.5 ગણું વધવાની શક્યતા!

Frequently Asked Questions

શું EPFO એ પેન્શનની રકમ ₹1,000 થી વધારીને ₹7,500 કરી દીધી છે?

ના, EPFO એ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફરી રહેલો આ પત્ર સંપૂર્ણપણે નકલી છે. પેન્શનમાં વધારા અંગે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વાયરલ થઈ રહેલા સરકારી પરિપત્રમાં શું દાવો કરવામાં આવ્યો છે?

વાયરલ પરિપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધારીને ₹7,500 કરવામાં આવ્યું છે અને તે 1 મે, 2026 થી લાગુ પડશે.

EPFO એ આ વાયરલ દાવા અંગે શું સ્પષ્ટતા કરી છે?

EPFO એ પોતાના સત્તાવાર 'X' એકાઉન્ટ પરથી આ વાયરલ પરિપત્રને 'Fake' (નકલી) ગણાવીને લોકોને સાવચેત કર્યા છે.

પેન્શન વધારા અંગે હાલ શું સ્થિતિ છે?

પેન્શન વધારવા અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે નક્કર માહિતી આપવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
Embed widget