શોધખોળ કરો
PMC બેન્કઃ મુંબઇ પોલીસની મોટી કાર્યવાહી, પૂર્વ MDની ધરપકડ
પોલીસે આ કાર્યવાહી બેન્કમાં 4355 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે કરી છે.
![PMC બેન્કઃ મુંબઇ પોલીસની મોટી કાર્યવાહી, પૂર્વ MDની ધરપકડ Ex-MD of PMC Bank arrested by Mumbai Police PMC બેન્કઃ મુંબઇ પોલીસની મોટી કાર્યવાહી, પૂર્વ MDની ધરપકડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/04225728/8.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કના ફ્રોડ મામલામાં મુંબઇ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં મુંબઇ પોલીસ તરફથી બેન્કના સસ્પેન્ડ કરાયેલા મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી બેન્કમાં 4355 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇએ કહ્યું કે, ઇડીએ મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્ધારા દાખલ કરાયેલી એફઆઇઆરને ધ્યાનમાં લેતા મુંબઇ અને આસપાસના છ ઠેકાણાઓ પર શુક્રવારે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ જોય થોમસની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, થોમસની પૂછપરછ માટે ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઇ જવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પીએમસી બેન્કમા ફ્રોડ મામલામાં મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગની આ સતત ત્રીજી મોટી કાર્યવાહી છે. આ અગાઉ ગુરુવારે પ્રાઇવેટ કંપની એચડીઆઇએલના નિર્દેશક રાકેશ વધાવન અને તેમના દીકરા સારંગ વધાવનની આ મામલે અટકાયત કરાઇ હતી.PMC bank matter: Suspended Managing Director of the bank, Joy Thomas has been detained by Economic Offence Wing.More details awaited pic.twitter.com/CKMZ1I0jLt
— ANI (@ANI) October 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)