શોધખોળ કરો

General Knowledge: સોનાને કેરેટમાં તો ચાંદીને કિલોમાં કેમ માપવામાં આવે છે, જાણીલો કારણ?

General Knowledge: ચાંદીની શુદ્ધતા સામાન્ય રીતે ટકાવારીમાં દર્શાવવામાં આવે છે, જેમ કે 999 અથવા 92.5. તો ભારતમાં તેને પરંપરાગત રીતે "ટંચ" કહેવામાં આવે છે. 99.9 ટંચ એટલે 99.9 ટકા શુદ્ધ ચાંદી.

General Knowledge: સોનું અને ચાંદી બંને કિંમતી ધાતુઓ છે, પરંતુ તેમની માપણી અને શુદ્ધતા જણાવવાની રીતો અલગ-અલગ છે. અવારનવાર લોકોના મનમાં સવાલ થાય છે કે સોનાની શુદ્ધતા કેરેટમાં કેમ માપવામાં આવે છે, જ્યારે ચાંદી ક્યારેક ટંચ, ક્યારેક ફાઈનનેસ અને મોટા રોકાણના રૂપમાં કિલોમાં કેમ વેચાય છે. ખરેખર તેની પાછળ ઇતિહાસ, વેપારની પરંપરા અને આંતરરાષ્ટ્રીય ધોરણોની અલગ-અલગ ભૂમિકા રહી છે. તો ચાલો હવે અમે આપને જણાવીએ કે સોનું કેરેટમાં તો ચાંદી કિલોમાં કેમ માપવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે.

સોનામાં કેરેટ સિસ્ટમ કેમ?

સોનાની શુદ્ધતાને 24 ભાગોના પેમાના (માપદંડ) પર માપવામાં આવે છે. 24 કેરેટ સોનું લગભગ 99.9 ટકા શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ શુદ્ધ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી આભૂષણો બનાવવા માટે તેમાં તાંબુ, ચાંદી અથવા જસત જેવી અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે. આ જ કારણ છે કે કેરેટ પ્રણાલી જણાવે છે કે કુલ 24 ભાગોમાંથી કેટલા ભાગ શુદ્ધ સોનાના છે. 22 કેરેટ સોનામાં આશરે 91.67 ટકા શુદ્ધ સોનું હોય છે. 18 કેરેટમાં 75 ટકા શુદ્ધ સોનું હોય છે. વળી, કેરેટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત છે અને જ્વેલરી ઉદ્યોગમાં મિશ્ર ધાતુનું પ્રમાણ સ્પષ્ટ કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

ચાંદીમાં ટંચ અને ફાઈનનેસ કેમ?

ચાંદીની શુદ્ધતા સામાન્ય રીતે ટકામાં જણાવવામાં આવે છે જેમ કે 999 અથવા 92.5. વળી, ભારતમાં તેને પરંપરાગત રીતે 'ટંચ' કહેવામાં આવે છે. 99.9 ટંચ એટલે કે 99.9 ટકા શુદ્ધ ચાંદી. જ્યારે 92.5 ટંચ એટલે 92.5 ટકા શુદ્ધ ચાંદી હોય છે. ચાંદી સોનાની તુલનામાં વધુ કઠણ અને સ્થિર હોય છે. તેથી તેની શુદ્ધતા સીધી ટકામાં જણાવવી સરળ માનવામાં આવે છે. જ્વેલરી, વાસણો, સિક્કા અને ઔદ્યોગિક ઉપયોગમાં પણ આ જ પ્રણાલી વધુ પ્રચલિત રહી છે. આધુનિક સમયમાં BIS જેવી માનક સંસ્થાઓ હેઠળ 999, 925 જેવી ફાઈનનેસ માર્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

ચાંદી કિલોમાં કેમ વેચાય છે?

રોકાણના રૂપમાં ચાંદી અવારનવાર 'બાર' એટલે કે સિલ્લીઓમાં ખરીદવામાં આવે છે અને અહીં વજનનું મહત્વ વધારે હોય છે. દુનિયાના ઘણા મોટા બજારોમાં ચાંદી કિલો અથવા ટ્રોય ઓન્સમાં ટ્રેડ થાય છે. એશિયન બજારોમાં કિલો યુનિટ વધુ પોપ્યુલર છે, જ્યારે પશ્ચિમી દેશોમાં ટ્રોય ઓન્સનું ચલણ મજબૂત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે London Bullion Market Association દ્વારા માન્યતા પ્રાપ્ત 'લંડન ગુડ ડિલિવરી સિલ્વર બાર' 1000 ટ્રોય ઓન્સનો હોય છે અને તેની શુદ્ધતા 999.9 માનવામાં આવે છે. આ જ બાર વૈશ્વિક સ્પોટ પ્રાઇસ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ

વિડિઓઝ

Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget