આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સ્વચ્છતા એન્થમનું પ્રદર્શન (ઈન-ફ્લાઈટ), કર્મચારીઓ અને પ્રવાસીઓને સ્વચ્છતા વિશે સંવેદનશીલ બનાવવા અને સ્વચ્છતાને પ્રમોટ કરવા માટે એરલાઈન્સ દ્વારા લેવાયેલાં નાવીન્યપૂર્ણ પગલાંઓ જેવાં ઘણાં બધાં પરિમાણોને ધ્યાનમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ગોએરને ખુદ નાગરી ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીને હસ્તે હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદ વિંગ્સ ઈન્ડિયા 2020માં ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.
ગોએરે કોવિડ-19ના ઉપલક્ષ્યમાં તેના ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્યની ખાતરી રાખવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગોએરે હેપા (હાઈ એફિશિયન્સી પર્ટિક્યુલેટ એર) સાથે તેના દરેક વિમાન સુસજ્જ કર્યાં છે, જે ફિલ્ટરો વાયુજન્ય કણો દૂર કરવા માટે ઓન-બોર્ડ એર ફિલ્ટર કરે છે. હેપા ફિલ્ટરો હોસ્પિટલોમાં દરદીઓને સ્વચ્છ હવા પૂરી પાડવા માટે પણ ઉપયોગ કરાય છે, જેમાં કોવિડ-19 સહિત ઝીણામાં ઝીણા વાઈરસોના 99.999 ટકાથી પણ વધુ દૂર થાય છે.
આ એવોર્ડ અને સ્વચ્છતા પહેલો વિશે બોલતાં ગોએરના મેનેજિંગ ડાયરેક્ટર જેહ વાડિયાએ જણાવ્યું હતું કે અમને યુએસ સ્થિત એપેક્સ દ્વારા સર્વેમાં સ્વચ્છતા, બેસ્ટ સીટ કમ્ફર્ટ અને કેબિન સેવાઓ માટે 1.4 મિલિયન ગ્રાહકો પાસેથી પાંચમાંથી ચાર સ્ટાર રેટિંગ મળ્યા છે ત્યારે હવે ભારતમાં સર્વોચ્ચ સત્તા, એટલે કે, નાગરી ઉડ્ડયન મંત્રાલયે ગોએરને એરબસ એ320 એરક્રાફટની સુપર ક્લીન અને સુપર સેફ ફ્લીટ જાળવવાના પ્રયાસોને બિરદાવ્યા છે. ગોએરની ફ્લાઈટો પ્રવાસ માટે સૌથી આરોગ્યવર્ધક અને સુરક્ષિત છે અને હું અમારા ગ્રાહકોને ખાતરી આપવા માગું છું કે તમારી આ એરલાઈન્સ કોવિડ 19 સહિત કોઈ પણ વાઈરસથી 99.999 ટકા સુરક્ષિત અને સ્વચ્છ છે.
ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો
ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી
Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો
Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો