શોધખોળ કરો

Gold-Silver Rate:સોનું-ચાંદી ફરી થયું સસ્તુ, શું આગળ કિંમત વધશે કે ઘટશે? જાણો શું કહે છે એક્સ્પર્ટ

Gold-Silver Rate: સોનું-ચાંદી આજે ફરીથી સસ્તું થયું છે. બંનેની કિંમતોમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આની પાછળ મજબૂત ડોલર ઇન્ડેક્સ અને ફેડ રિઝર્વની નીતિને જવાબદાર માનવામાં આવી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આજે 24 કેરેટ સોનું 940 રૂ. ઘટતા 1,40,130 રૂ. થયું.
  • ચાંદીમાં પ્રતિ કિલો 100 રૂપિયાનો નજીવો ઘટાડો નોંધાયો.
  • વૈશ્વિક વેચવાલી, મજબૂત ડોલર, ફેડનું વલણ ભાવ ઘટાડે.
  • UBS દ્વારા વર્ષના અંત સુધી સોનામાં તેજીની આગાહી.

Gold-Silver Rate Today on June 26: આજે શુક્રવારે (26 જૂન) સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં વેચવાલી અને વ્યાજ દરોને લઈને યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે છેલ્લા 2-3 દિવસથી બજાર દબાણમાં છે. જેના લીધે કિંમતી ધાતુઓની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગઈકાલની સરખામણીએ કિંમત કેટલી ઘટી?
આજે 24 કેરેટ સોનાનો ભાવ ગઈકાલની (25 જૂન) સરખામણીએ પ્રતિ 10 ગ્રામ 940 રૂપિયા ઘટ્યો છે. જ્યાં ગઈકાલે તેની કિંમત 1,41,070 રૂપિયા હતી, ત્યાં આજે ઘટીને તે 1,40,130 રૂપિયા પર આવી ગઈ છે. આ જ રીતે 22 કેરેટ સોનાની કિંમતમાં આજે પ્રતિ 10 ગ્રામ 860 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 1,29,220 ના સ્તરથી ઘટીને આજે ભાવ 1,28,360 રૂપિયા પર આવી ગયો છે.

આ પણ વાંચો:  EPFO યૂઝર્સ એલર્ટ! 3 દિવસ સુધી બંધ રહેશે ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

ચાંદીની શું સ્થિતિ છે?
ગઈકાલે 25 જૂને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 10,000 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. તેની સરખામણીએ આજે કિંમતોમાં 100 રૂપિયા પ્રતિ કિલોનો મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ચાંદીની કિંમત પ્રતિ કિલો 2,35,000 રૂપિયા હતી અને આજે કિંમત 2,34,900 રૂપિયા પ્રતિ કિલો છે.

સોના-ચાંદીની કિંમત કેમ ઘટી રહી છે?
વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર તેની 13 મહિનાની સર્વોચ્ચ સપાટી 101.50 પર પહોંચી ગયો છે. તેનાથી સોના પર દબાણ બનેલું છે. વધુમાં, યુએસ ફેડ (US Fed) દ્વારા વ્યાજ દરોમાં કાપની શક્યતા ઓછી હોવાને કારણે અને આગામી સમયમાં તેમાં વધારો થવાની આશંકાઓ વચ્ચે રોકાણકારો સોનામાંથી નફો બુક  કરી રહ્યા છે, તેથી કિંમતો સતત ઘટી રહી છે.

શું આગળ ભાવમાં ઉછાળો આવશે?
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ UBS (Union Bank of Switzerland) એ સોના અને ચાંદીના ભાવમાં આગળ તેજી આવવાની આગાહી કરી છે. સોનું જાન્યુઆરી 2026 માં તેના હાઈ લેવલથી અત્યાર સુધીમાં 28% સુધી તૂટી ચૂક્યું છે, પરંતુ UBS નું માનવું છે કે આ ઘટાડો અસ્થાયી છે. વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 5500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઉછળી શકે છે. એટલે કે આગામી છ મહિનામાં સોનાના ભાવ તેના વર્તમાન સ્તરથી 36% સુધી વધી શકે છે.                                                         

Frequently Asked Questions

આજે 26 જૂનના રોજ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે?

આજે 26 જૂનના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹940 ઘટ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹860 ઘટ્યો છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો શા માટે જોવા મળી રહ્યો છે?

વૈશ્વિક બજારોમાં વેચવાલી, યુએસ ફેડરલ રિઝર્વનું વ્યાજ દરો પ્રત્યે કડક વલણ અને મજબૂત અમેરિકન ડોલરને કારણે કિંમતી ધાતુઓના ભાવ ઘટી રહ્યા છે. રોકાણકારો નફો બુક કરી રહ્યા છે.

26 જૂનના રોજ ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે?

ગઈકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹100 નો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ ₹2,34,900 પ્રતિ કિલો છે.

શું સોના-ચાંદીના ભાવમાં ભવિષ્યમાં ઉછાળો આવશે?

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ UBS એ સોના અને ચાંદીના ભાવમાં આગળ તેજી આવવાની આગાહી કરી છે. UBS માને છે કે વર્તમાન ઘટાડો અસ્થાયી છે.

ટોપ સ્ટોરી

8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
Stock Market: લીલા નિશાને શરૂઆત છતાં બજાર ગગડ્યું, સેન્સેક્સ 84 હજાર-નિફ્ટી 26 હજારની નજીક
Stock Market: લીલા નિશાને શરૂઆત છતાં બજાર ગગડ્યું, સેન્સેક્સ 84 હજાર-નિફ્ટી 26 હજારની નજીક
Retirement Benefits: નિવૃત્ત કર્મચારીઓની મોટી જીત, મળશે 33.95 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી
Retirement Benefits: નિવૃત્ત કર્મચારીઓની મોટી જીત, મળશે 33.95 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Embed widget