શોધખોળ કરો

Gold Silver Price Today: ચાંદીની ચમક પડી ફિક્કી, તો ગોલ્ડની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today: ભૂ-રાજકીય તણાવ ઓછો થતાં અને ડોલર મજબૂત થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરેથી નીચે આવ્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પના નવા નિવેદનથી સુરક્ષિત રોકાણ માંગ ઓછી થઇ છે. ચાલો આજના અપડેટ

Gold Silver Price Today:ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરેથી ઘટ્યાં છે. ગ્રીનલેન્ડ પર ભૂ-રાજકીય તણાવ ઓછો થવાના સંકેતો અને ડોલર મજબૂત થવાના કારણે સુરક્ષિત રોકાણની  માંગમાં ઘટાડો થયો, જેની અસર કિંમતી ધાતુઓ પર પડી છે. ત્રણ દિવસની તેજી પછી સોનામાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો, જ્યારે ચાંદી પણ રેકોર્ડ ઊંચાઈથી નીચે આવી ગઈ.

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ EU પર નવો 10% ટેરિફ લાદી રહ્યા નથી. તેમના નિવેદનને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. MCX પર 5 ફેબ્રુઆરીએ ડિલિવરી માટે સોનાનો ભાવ 3,000 રૂપિયાથી વધુ ઘટી ગયો છે. પાછલા સત્રમાં, તે 10 ગ્રામ દીઠ 1,52,862 રૂપિયા પર બંધ થયો હતો અને આજે 1,51,557 રૂપિયા પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં, તે 1,49,400 રૂપિયા જેટલો નીચો અને 1,53,784 રૂપિયા જેટલો ઊંચો ગયો હતો. સવારે 10.00 વાગ્યે, તે 3,278 રૂપિયાના ઘટાડા સાથે 1,49,584 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના ભાવમાં પણ લગભગ ₹13,000નો ઘટાડો થયો. 5 માર્ચની ડિલિવરી માટે ચાંદીનો ભાવ MCX પર પાછલા સત્રમાં ₹3,18,492 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો અને આજે ₹3,19,843 પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં, તે ₹3,05,753 ના નીચા અને ₹3,25,602 ના ઉચ્ચતમ ભાવને સ્પર્શ્યો હતો. સવારે 10:11 વાગ્યે, તે ₹6,959 ના ઘટાડા સાથે ₹3,11,533 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વિવિધ શહેરોમાં સોનાનો ભાવ:
દિલ્હીમાં સોનાનો ભાવ:
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,14,968 છે.
શુદ્ધ સોનું (24 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,25,408 છે.
મુંબઈમાં સોનાનો ભાવ:
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,14,848 છે.
શુદ્ધ સોનું (24 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,25,288 છે.
ચેન્નાઈમાં સોનાનો ભાવ:
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,14,328 છે.
શુદ્ધ સોનું (24 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,25,816 છે.
હૈદરાબાદમાં સોનાનો ભાવ:
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,14,848 છે.
શુદ્ધ સોનું (24 કેરેટ) 8 ગ્રામ માટે ₹1,25,288 છે.

ભાવ કેમ ઘટ્યા?
અઠવાડિયાની શરૂઆતમાં સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા, પરંતુ નફા-બુકિંગને કારણે ઘટાડો થયો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુરોપ પર હવે ટેરિફ લાગુ કરવામાં આવશે નહીં. ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાના વિરોધમાં યુરોપિયન દેશો પર આ ટેરિફ લાદવામાં આવનાર હતા. વધુમાં, ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને યુરોપ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ઘટાડો થયો છે. આ સમાચારથી સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીની માંગમાં થોડો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા.
 સોનાનો ભાવ 0.8% ઘટીને $4,799.79 પ્રતિ ઔંસ થયો, જે અગાઉના સત્રમાં $4,887.82 ના  ઓલ ટાઇમ હાઇ સ્તર ર પર પહોંચ્યો હતો. ફેબ્રુઆરી ડિલિવરી માટે યુએસ સોનાનો વાયદો 0.6% ઘટીને $4,806.60 પ્રતિ ઔંસ થયો. મંગળવારે $95.87 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા પછી, હાજર ચાંદી 0.9% ઘટીને $92.38 પ્રતિ ઔંસ થઈ ગઈ.

સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ
બુધવારે MCX બજારમાં સોના અને ચાંદીનો મિશ્ર વેપાર થયો.
MCX સોનું ₹2,551 અથવા 1.69% વધીને ₹1,53,116 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. દિવસ દરમિયાન સોનાનો ભાવ ₹1,58,475 ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો.
MCX ચાંદી ₹7,171 અથવા 2.22% ઘટીને ₹3,16,501 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું. ચાંદી સત્રની શરૂઆતમાં ₹3,35,521 પ્રતિ કિલોગ્રામની નવી સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget