Gold Silver Price: ચાંદી થઇ ગઇ 1400 રૂપિયાથી વધુ સસ્તી, સોનાની કિંમતમાં પણ થયો ઘટાડો
Gold Silver Price: ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX માં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
Gold Silver Price on 11 June 2024: મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોમવારની સરખામણીમાં ચાંદી લગભગ 1400 રૂપિયા સસ્તી થઈ છે અને 88,600 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. MCX માં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં લગભગ 250 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને 71,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયું છે.
ચાંદીની કિંમતમાં 1400 રૂપિયાનો ઘટાડો થયો છે
મંગળવાર, 11 જૂને વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે અને તે સોમવારની સરખામણીમાં રૂ. 1372 સસ્તી થઇ છે અને 88,650 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. સોમવારે ચાંદી 90,022 રૂપિયા પર બંધ રહી હતી.
સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે
ચાંદીની સાથે સાથે વાયદા બજારમાં પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સોનું 269 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું અને 71,169 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું રૂ.71,438 પર બંધ થયું હતું.
જાણો દેશના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનું 71,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ચેન્નઈમાં 24 કેરેટ સોનું 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 95,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. કોલકાતામાં 24 કેરેટ સોનું 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી સસ્તા થયા છે
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્થાનિક બજારની જેમ સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 11 જૂને, COMEX પર સોનું 7.58 ડોલર સસ્તું થઇને 2302.58 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. કોમેક્સ પર ચાંદીની કિંમત 0.51 ડોલર સસ્તી થઇને 29.20 ડોલર પર પહોંચી ગઈ છે.
Before You Go
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર






















