શોધખોળ કરો

Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ

Google Pay SBI Card: ગૂગલ પે અને એસબીઆઈએ મળીને એક નવું કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડ ઘણા બધા લાભો સાથે આવ્યું છે. ચાલો જાણીએ શું છે તેની ખાસિયત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Google Pay અને SBI કાર્ડે 'Flex SBI કાર્ડ' લોન્ચ કર્યું.
  • યુઝર્સને વાર્ષિક ₹18,000 સુધીના રિવોર્ડ્સ અને મેનેજમેન્ટ એપથી.
  • ₹499 ફી; ₹1,000 વેલકમ લાભો અને EMI સુવિધા.

Google Pay and SBI Card:  ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આજકાલ દરેક બીજી વ્યક્તિ કરે છે. પોતાની આર્થિક સ્થિતિ અને જીવનશૈલી વચ્ચે સંતુલન જાળવવા માટે લોકો આનો ખાસ ઉપયોગ કરે છે. તમામ બેંકોના ક્રેડિટ કાર્ડ તો આપણે જોયા જ છે અને ઉપયોગ પણ કર્યા છે. પરંતુ હવે બજારમાં એક નવું કાર્ડ પણ લોન્ચ થઈ ગયું છે, જે ઘણી બધી સુવિધાઓ અને રિવોર્ડ્સ સાથે તમને વધુ સુવિધાઓ આપશે.

ગૂગલ પે એસબીઆઈનું નવું કાર્ડ

વાસ્તવમાં ગૂગલ પે અને એસબીઆઈ કાર્ડે મળીને 'ગૂગલ પે ફ્લેક્સ એસબીઆઈ કાર્ડ' લોન્ચ કર્યું છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ખાસ કરીને રોજિંદા ખર્ચ કરનારા લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડથી યુઝર્સને વર્ષભરમાં 18 હજાર રૂપિયા સુધીના રિવોર્ડ મળી શકે છે. આ સિવાય ગ્રાહકો પોતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી તમામ સુવિધાઓ ગૂગલ પે એપ દ્વારા જ વાપરી શકશે.

આ પણ વાંચો...ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી

18 હજાર સુધીના મળશે રિવોર્ડ્સ

ગૂગલ પે ફ્લેક્સ એસબીઆઈ કાર્ડ પર ગ્રાહકોને રિવોર્ડ તરીકે સ્ટાર્સ મળશે. 1 સ્ટારની કિંમત 1 રૂપિયો છે. ગ્રાહક દર 500 રૂપિયાના ખર્ચ પર મહત્તમ 8 સ્ટાર્સ સુધી કમાઈ શકે છે. જોકે કેટલા સ્ટાર્સ મળશે તે બિલિંગ સાયકલમાં કરવામાં આવેલા કુલ ખર્ચ પર નિર્ભર રહેશે. બંને કંપનીઓએ જણાવ્યું છે કે કાર્ડધારક એક વર્ષમાં આશરે 18 હજાર સુધીના રિવોર્ડ કમાઈ શકે છે. આ સ્ટાર્સનો ઉપયોગ ગૂગલ પે પર પેમેન્ટ કરતી વખતે તાત્કાલિક કરી શકાય છે.

ફી અને વેલકમ બેનિફિટ

આ કાર્ડની જોઈનિંગ ફી 499 રૂપિયા + ટેક્સ છે. આટલી જ ફી વાર્ષિક રિન્યુઅલ વખતે પણ આપવાની રહેશે. જોકે, જો ગ્રાહક અગાઉના વર્ષમાં કાર્ડથી 1 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કરે છે, તો વાર્ષિક ફી માફ થઈ જશે. એટલું જ નહીં નવા ગ્રાહકોને 1 હજાર રૂપિયા સુધીના વેલકમ બેનિફિટ મળશે. જેમાં ગૂગલ પેથી પ્રથમ પેમેન્ટ કરવા પર 500 રૂપિયાનો લાભ, જોઈનિંગ ફી ભર્યા પછી 500 રૂપિયા બરાબરના સ્ટાર્સ અને વધુ ખર્ચ પર વધુ રિવોર્ડ જેવા ફાયદા મળશે.

રોજિંદા ખર્ચ પર ફોકસ

આ કાર્ડની રિવોર્ડ સિસ્ટમ દરરોજ થતા ખર્ચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં આ વસ્તુઓ પર કરવામાં આવેલ ખર્ચ સામેલ છે:

  • કરિયાણાનો સામાન 
  • વીજળી, પાણી અને અન્ય યુટિલિટી બિલ
  • મુસાફરીનું બુકિંગ (ટ્રાવેલ બુકિંગ)
  • ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ
  • દુકાનો અને અન્ય મર્ચન્ટ્સ પર પેમેન્ટ

કાર્ડ માટે અરજી કરવાથી લઈને ખર્ચ જોવા, રિવોર્ડનો ઉપયોગ કરવા અને એકાઉન્ટ મેનેજ કરવા સુધીનું કામ ગૂગલ પે એપથી જ કરી શકાય છે.

EMI ની મળશે સુવિધા

જો કોઈ મહિને ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી જાય છે, તો ગ્રાહકો પોતાની લેટેસ્ટ બાકી રકમના બિલને EMI માં કન્વર્ટ કરી શકે છે. આનાથી મોટી રકમની ચુકવણી અનેક મહિનાઓમાં કરી શકાય છે.

Frequently Asked Questions

ગૂગલ પે ફ્લેક્સ એસબીઆઈ કાર્ડ શું છે?

આ ગૂગલ પે અને એસબીઆઈ કાર્ડ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયેલું એક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે. તે ખાસ કરીને રોજિંદા ખર્ચ કરનારા લોકો માટે બનાવવામાં આવ્યું છે.

આ કાર્ડ પર કયા રિવોર્ડ્સ મળે છે?

ગ્રાહકોને 'સ્ટાર્સ'ના રૂપમાં રિવોર્ડ્સ મળે છે, જેમાં 1 સ્ટારની કિંમત 1 રૂપિયો છે. દર 500 રૂપિયાના ખર્ચ પર મહત્તમ 8 સ્ટાર્સ કમાઈ શકાય છે અને વાર્ષિક 18,000 રૂપિયા સુધીના રિવોર્ડ્સ મેળવી શકાય છે.

ગૂગલ પે ફ્લેક્સ એસબીઆઈ કાર્ડની ફી કેટલી છે?

આ કાર્ડની જોઈનિંગ ફી અને વાર્ષિક રિન્યુઅલ ફી બંને 499 રૂપિયા + ટેક્સ છે. જોકે, જો ગ્રાહક અગાઉના વર્ષમાં 1 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કરે તો વાર્ષિક ફી માફ થઈ જશે.

આ કાર્ડ સાથે જોડાયેલી સેવાઓ ક્યાંથી મેનેજ કરી શકાય છે?

કાર્ડ માટે અરજી કરવાથી લઈને ખર્ચ જોવા, રિવોર્ડનો ઉપયોગ કરવા અને એકાઉન્ટ મેનેજ કરવા સુધીનું તમામ કામ ગૂગલ પે એપ દ્વારા કરી શકાય છે.

શું આ કાર્ડ પર EMI સુવિધા ઉપલબ્ધ છે?

હા, જો ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવે તો ગ્રાહકો પોતાની લેટેસ્ટ બાકી રકમના બિલને EMI માં કન્વર્ટ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget