શોધખોળ કરો

Google Buyout: હવે ગૂગલે આપી કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર, ભારતમાં પણ પડશે અસર?

Google Buyout: માઇક્રોસોફ્ટ પછી હવે ગૂગલે પણ પોતાના કર્મચારીઓને નોકરી છોડવા માટે સારી એવી ઓફર આપી દીધી છે. કંપની ઇચ્છે છે કે તે આવનારા સમયમાં AI પર રોકાણ કરે જેના કારણે આ નિર્ણય લીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગૂગલે AI રોકાણ માટે કર્મચારીઓને સ્વૈચ્છિક બાયઆઉટ ઓફર કરી.
  • કેનેડા, ફ્રાન્સ સહિત પાંચ દેશોના કર્મચારીઓને આ ઓફર અપાઈ.
  • ભારતીય કર્મચારીઓ હાલ સામેલ નથી, ભવિષ્યમાં અસર સંભવ.
  • માઇક્રોસોફ્ટે પણ AI વિસ્તરણ માટે સમાન પગલું ભર્યું.

Google Buyout: માઇક્રોસોફ્ટ પછી હવે ગૂગલે પણ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર આપી દીધી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ તાજેતરમાં ગૂગલ પોતાના કર્મચારીઓ માટે 'બાયઆઉટ ઓફર' લઈને આવ્યું છે. જેના દ્વારા કર્મચારીઓને નોકરી છોડવા માટે ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર અન્ય ઘણા દેશો સુધી વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કંપનીએ આ નિર્ણય અન્ય ખર્ચાઓમાં કાપ મૂકવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ભારે રોકાણને ધ્યાનમાં રાખીને લીધો છે.

આ દેશોને આપી ઓફર

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે રોઇટર્સ સાથેની વાતચીતમાં આ સમાચારની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તેણે કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડમાં કામ કરતા પોતાના કર્મચારીઓને વોલન્ટરી એક્ઝિટ પેકેજ આપવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો...Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર

શું બોલી કંપની?

રોઇટર્સ સાથે વાત કરતા ગૂગલના સ્પોક્સપર્સને નિવેદનમાં કહ્યું કે, 'વર્ષ 2025માં, અમારી કેટલીક ટીમોએ સેવરન્સ (નોકરી છોડવા પર મળતી રકમ) સાથે એક વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ વર્ષે ઉનાળામાં, જૂન મહિનામાં, અમે ભવિષ્યના અમારા મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ માટે આ પ્રોગ્રામને ગ્લોબલ લેવલે કેટલાક દેશોમાં એક્સપાન્ડ કર્યો છે.'

ભારતમાં પણ પડશે અસર?

જોકે હાલમાં જે દેશોના નામ આવ્યા છે, તેમાં ભારતના કર્મચારીઓનો ઉલ્લેખ નથી. ભારતીય કર્મચારીઓને હાલમાં આવી કોઈ ઓફર આપવામાં આવી નથી, કે તેમને નોકરી છોડવાના બદલામાં કોઈ પેકેજ આપવામાં આવી રહ્યું હોય. પરંતુ બની શકે કે આવનારા સમયમાં કંપની આનો વિસ્તાર કરે અને ભારતીય કર્મચારીઓ પર પણ આની અસર પડે.

કંપનીએ આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે ગૂગલ અને અન્ય મોટી ટેક કંપનીઓ AI પર ભારે ખર્ચ કરી રહી છે. આ કારણે વોલ સ્ટ્રીટ ચિંતિત થઈ ગયું છે અને આલ્ફાબેતના શેરની કિંમતમાં ઘટાડો આવ્યો છે.

માઇક્રોસોફ્ટે પણ આપી ઓફર

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ એક બીજી મોટી ટેક કંપની માઇક્રોસોફ્ટે પણ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાના બદલામાં સારુ એવું પેકેજ ઓફર કર્યુ છે. કંપનીએ લગભગ 60,000 કર્મચારીઓને 'બાયઆઉટ કોન્ટ્રાક્ટ' આપ્યા હતા. જેમાં ભારતના કર્મચારીઓનું નામ પણ સામેલ હતું. માઇક્રોસોફ્ટે પણ AI ના વિસ્તાર માટે આ ઓફર કર્મચારીઓને આપ્યો છે.

Frequently Asked Questions

ગૂગલે કર્મચારીઓ માટે કઈ નવી ઓફર રજૂ કરી છે?

ગૂગલે કર્મચારીઓ માટે 'બાયઆઉટ ઓફર' રજૂ કરી છે, જેમાં તેમને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવા માટે પેકેજ આપવામાં આવી રહ્યું છે.

ગૂગલ આ ઓફર કયા કારણોસર આપી રહ્યું છે?

કંપનીએ ખર્ચમાં કાપ મૂકવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર મોટા પ્રમાણમાં રોકાણ કરવાના હેતુથી આ નિર્ણય લીધો છે.

ગૂગલની આ ઓફર કયા દેશોના કર્મચારીઓને લાગુ પડે છે?

આ ઓફર કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડમાં કામ કરતા ગૂગલના કર્મચારીઓને આપવામાં આવી છે.

શું ભારતમાં કામ કરતા ગૂગલના કર્મચારીઓને પણ આ ઓફર મળી છે?

હાલમાં ભારતીય કર્મચારીઓનો આ ઓફરમાં ઉલ્લેખ નથી. તેમને નોકરી છોડવા બદલ કોઈ પેકેજ ઓફર કરાયું નથી.

Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commissionની વેબસાઇટ પર આવ્યાં મહત્વના 5 અપડેટ્સ, જાણો સેલેરી પર નિર્ણય ક્યારે?
8th Pay Commissionની વેબસાઇટ પર આવ્યાં મહત્વના 5 અપડેટ્સ, જાણો સેલેરી પર નિર્ણય ક્યારે?
Gold Sliver Price: છઠ્ઠ પૂજા પૂર્વે ફરી વધી સોનાની ચમક, કિંમતમાં થયો વધારો જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Sliver Price: છઠ્ઠ પૂજા પૂર્વે ફરી વધી સોનાની ચમક, કિંમતમાં થયો વધારો જાણો લેટેસ્ટ પ્રાઇસ
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Embed widget