શોધખોળ કરો

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

Plastic Currency: તાજેતરમાં લોકસભામાં સાંસદ રામપ્રીત મંડલ અને કૃષ્ણા દેવી શિવશંકર પટેલે નાણામંત્રીને પ્લાસ્ટિક નોટો વિશે સવાલ કર્યો હતો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારે પ્લાસ્ટિક કરન્સીને મંજૂરી આપી, RBI ટ્રાયલ કરશે.
  • રૂ.10 અને રૂ.20ની 100 કરોડ પોલિમર નોટના ટ્રાયલ.
  • પોલિમર નોટો કાગળ કરતાં નોંધપાત્ર રીતે વધુ ટકાઉ.
  • કાગળની નોટો ચાલુ રહેશે, સંપૂર્ણપણે બદલાશે નહીં.

Government Approves Plastic Currency: ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે RBI ટૂંક સમયમાં પ્લાસ્ટિક કરન્સી રજૂ કરશે. શરૂઆતમાં આ સમાચારની કોઈ પુષ્ટી થઈ ન હતી, પરંતુ થોડા દિવસો પછી રિઝર્વ બેન્કે પોતે તેની પુષ્ટી કરી. હવે, સરકારે પણ તાજેતરમાં જાહેરાત કર્યા મુજબ આ પ્લાસ્ટિક કરન્સીને મંજૂરી આપી દીધી છે.

ભારતમાં પહેલીવાર પ્લાસ્ટિક નોટો આવશે

તાજેતરમાં લોકસભામાં સાંસદ રામપ્રીત મંડલ અને કૃષ્ણા દેવી શિવશંકર પટેલે નાણામંત્રીને પ્લાસ્ટિક નોટો વિશે સવાલ કર્યો હતો. સાથે એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેનાથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર અસર પડશે. વધુમાં તેમણે પૂછ્યું કે શું સરકાર કાગળની નોટોને સંપૂર્ણપણે પ્લાસ્ટિક નોટોથી બદલી નાખશે.

લોકસભામાં આ પ્રશ્નોના જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, "રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ તેના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર, રિઝર્વ બેંક એક્ટ, 1934ની કલમ 25 હેઠળ સરકારને ₹10 અને ₹20 મૂલ્યની 1 અબજ (100 કરોડ) પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ્સને મંજૂરી આપી છે. વધુમાં સફળ ટ્રાયલ પછી પોલિમર નોટોના નિયમિત જાહેર કરવા માટે સરકારને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે."

પોલિમર નોટ્સ મજબૂત છે

મંત્રીએ સમજાવ્યું કે RBI અનુસાર, "આંતરરાષ્ટ્રીય અભ્યાસો દર્શાવે છે કે પોલિમર નોટ્સનું આયુષ્ય કાગળની નોટો કરતાં નોંધપાત્ર રીતે લાંબુ હોય છે. હાલમાં પોલિમર નોટ્સની શરૂઆત તેના પ્રારંભિક તબક્કામાં છે, તેથી ડિજિટલ ચુકવણી પર તેની અસર નિયમિત જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે. વધુમાં રોકડ અને ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ પૂરક ચુકવણી પદ્ધતિઓ છે."                                     

શું કાગળની નોટો બંધ કરવામાં આવશે?

લોકસભામાં એ પણ બતાવવામાં આવ્યું કે શું ભવિષ્યમાં કાગળની નોટો બંધ કરવામાં આવશે. આ વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, RBI અનુસાર, કાગળની નોટોની સાથે પોલિમર નોટો પણ જાહેર કરવામાં આવશે. હાલમાં કાગળની કરન્સીને સંપૂર્ણપણે પોલિમર નોટોથી બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કાગળની નોટો કરન્સીમાં ચાલુ રહેશે.

Frequently Asked Questions

સરકારે પ્લાસ્ટિક કરન્સીને મંજૂરી આપી છે?

હા, સરકારે RBIની ભલામણ પર ₹10 અને ₹20 મૂલ્યની 1 અબજ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ્સને મંજૂરી આપી છે. સફળ ટ્રાયલ પછી નિયમિત જાહેર કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે.

કયા મૂલ્યની પ્લાસ્ટિક નોટો રજૂ કરવામાં આવશે?

શરૂઆતમાં રિઝર્વ બેન્કે ₹10 અને ₹20 મૂલ્યની 1 અબજ (100 કરોડ) પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ્સ માટે સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે.

પોલિમર નોટ્સના શું ફાયદા છે?

આંતરરાષ્ટ્રીય અભ્યાસો દર્શાવે છે કે પોલિમર નોટ્સનું આયુષ્ય કાગળની નોટો કરતાં નોંધપાત્ર રીતે લાંબુ હોય છે. આ તેમને વધુ મજબૂત બનાવે છે.

શું કાગળની નોટો સંપૂર્ણપણે પ્લાસ્ટિક નોટો દ્વારા બદલવામાં આવશે?

ના, હાલમાં કાગળની કરન્સીને સંપૂર્ણપણે પોલિમર નોટોથી બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. પોલિમર નોટો કાગળની નોટોની સાથે જ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget