શોધખોળ કરો
Advertisement
મંદીના એંધાણઃ દેશની આ સૌથી મોટી ટુ-વ્હિલર કંપનીએ પ્રોડક્શન કર્યું સ્થગિત
માત્ર હિરો મોટોકોર્પ નહિ મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાએ પણ જુલાઇથી સપ્ટેમ્બર સુધી ઉત્પાદન 8 થી 14 દિવસ ઉત્પાદન બંધ રાખ્યુ હતું.
નવી દિલ્હીઃ ભારતની સૌતી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ(Hero MotoCorp)એ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ તહેવારની રજા અને બજારમાં જોવા મળી રહેલ મંદીની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
હિરો મોટોકોર્પ પહેલી એવી કંપની છે જેણે આ રીતે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે, કંપનીએ કહ્યું કે, આગળ ઉત્પાદનની યોજના બજારની આગામી સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. હાલ પુરતું તો કંપનીએ 15થી 18 ઓગસ્ટ સુધી ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે કંપની તેને વાર્ષિક તહેવારોની રજા ગણાવે છે.
માત્ર હિરો મોટોકોર્પ નહિ મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાએ પણ જુલાઇથી સપ્ટેમ્બર સુધી ઉત્પાદન 8 થી 14 દિવસ ઉત્પાદન બંધ રાખ્યુ હતું. ટાટા મોટર્સે પણ આઠ દિવસ, મારુતિ સુઝુકીએ ત્રણ દિવસ, ટાટા કિર્લોસ્કરે 8 દિવસ અને અશોક લેલેંડે 9 દિવસ સુધી પોતાના પ્રોડક્શન પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement