શોધખોળ કરો

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 

આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી શકાતી નથી. તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે અને પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાસપોર્ટમાં નામ બદલવા અન્ય દસ્તાવેજોમાં સુધારો પ્રથમ કરો.
  • એફિડેવિટ બનાવો અને બે અખબારોમાં નોટિસ આપો.
  • ઓનલાઈન અરજી કરી દસ્તાવેજો અપલોડ કરો અને એપોઇન્ટમેન્ટ લો.

આપણા તમામ સરકારી દસ્તાવેજમાં સાચી માહિતી ખૂબ જ જરુરી છે. ઘણી વખત પાસપોર્ટ, આધાર કાર્ડ કે પાન કાર્ડમાં તમારા નામમાં કોઈ ફેરફાર કર્યો હોય અથવા જો કોઈ મહિલાના લગ્ન પછી પોતાનું નામ કે અટક બદલી હોય તો તેમણે પાસપોર્ટમાં અન્ય દસ્તાવેજો સાથે નામ બદલવું જરુરી છે.  આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી શકાતી નથી. તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે અને પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. પાસપોર્ટમાં તમારું નામ બદલવાની પ્રક્રિયા વિશે વિગતવાર જાણીએ. 

પાસપોર્ટમાં તમારું નામ કેવી રીતે બદલવું

જો તમારે તમારા પાસપોર્ટમાં તમારું નામ બદલવાની જરૂર હોય તો પહેલા બીજા સરકારી દસ્તાવેજમાં નામ સુધારવું પડશે. ઉદાહરણ તરીકે તમે તમારા આધાર કાર્ડમાં નામ સુધારી શકો છો જેથી આ દસ્તાવેજનો ઉપયોગ પાસપોર્ટમાં નામ સુધારવા માટે થઈ શકે.

એફિડેવિટ જરૂરી

તમારા પાસપોર્ટમાં તમારું નામ બદલવા માટે તમારે એફિડેવિટ તૈયાર કરવાની જરૂર પડશે. તમે વકીલ દ્વારા ₹100 અથવા યોગ્ય સ્ટેમ્પ ફી માટે જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર સરળતાથી તૈયાર કરી શકો છો.

ન્યૂઝ પેપરમાં આપવી પડશે નોટિસ

જ્યારે તમે તમારું નામ બદલતા હોય કારણ ગમે તે હોય ત્યારે તમારે તમારા શહેરમાં પ્રકાશિત થતા બે અખબારોને આ ફેરફાર વિશે જાણ કરવી આવશ્યક છે. આમાંથી એક મૂળ અખબાર હોવું જોઈએ એટલે કે પ્રાદેશિક ભાષાનું અખબાર અને બીજું અંગ્રેજી અખબાર.

તમે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈ શકો છો

  • હવે ઘણા કાર્યો ઓનલાઈન થાય છે. તેવી જ રીતે તમે તમારું નામ બદલવા માટે કેટલાક કાર્યો ઓનલાઈન પણ પૂર્ણ કરી શકો છો.
  • આ કરવા માટે તમારે પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલમાં લોગ ઇન કરવું આવશ્યક છે.
  • ત્યારબાદ રી ઈશ્યૂ પાસપોર્ટ  વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • તમારે નામ બદલવાનું કારણ આપવું આવશ્યક છે.
  • હવે તમારે બધા જરૂરી દસ્તાવેજો જેમ કે એફિડેવિટ ન્યૂઝ પેપર નોટિસની કોપી અને તમારું નામ સાબિત કરવા માટે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ અપલોડ કરવા આવશ્યક છે.
  • બધી સાચી માહિતી દાખલ કર્યા પછી તમારે ફી ચૂકવવી પડશે અને પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવા માટે એપોઈન્ટમેન્ટ લેવી પડશે.

જો તમે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય તો તમે બધા દસ્તાવેજો સાથે સીધા પાસપોર્ટ ઓફિસમાં પણ જઈ શકો છો. ચકાસણી પ્રક્રિયા માટે તમારે પાસપોર્ટ ઑફિસની મુલાકાત લેવાની જરૂર પડશે. ભલે તમે થોડું કામ ઓનલાઈન પૂર્ણ કરો. પાસપોર્ટ ઑફિસની મુલાકાત લો તે દિવસે બધા મૂળ દસ્તાવેજો અને સ્વ-પ્રમાણિત નકલો તમારી સાથે લાવવાનું યાદ રાખો. બધી ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તમારો પાસપોર્ટ નવા નામ સાથે ફરીથી જારી કરવામાં આવશે.

Advertisement

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય: હવે UPI થી સીધા ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા
EPFO નો મોટો નિર્ણય: હવે UPI થી સીધા ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો
SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો
RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
Embed widget