શોધખોળ કરો

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

વરસાદમાં કારના એન્જિનને પાણી ભરાવાથી કે અન્ય ખામીથી બચાવવા માટે એન્જિન કવર મહત્વપૂર્ણ છે, જેના માટે ઝીરો ડેપ્રિશિયેશન પોલિસી હોવી જરૂરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસામાં કાર એન્જિનને નુકસાનનો મોટો ખર્ચ થઈ શકે.
  • એન્જિન કવર માટે ઝીરો ડેપ્રિશિયેશન વીમો અનિવાર્ય છે.
  • રિટર્ન ટુ ઇન્વોઇસ ચોરી કે કુલ નુકસાનમાં ઉપયોગી છે.
  • રોડસાઇડ સહાય, કન્ઝ્યુમેબલ્સ અન્ય ઉપયોગી એડ-ઓન કવર.

Monsoon Car Care Tips: ચોમાસાના દિવસોમાં કારનું એન્જિન બગાડવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં પાણી ભરાવાથી અને અન્ય જગ્યાઓ પર જળબંબાકાર થવાથી કારના એન્જિનમાં ખામી આવી જાય છે, જેનું રિપેરિંગ કરાવવામાં કેટલીકવાર ભારે મોટો ખર્ચ આવે છે. આવા સમયે કાર ઈન્સ્યોરન્સમાં એન્જિન કવર ઉમેરી લેવાથી આ પ્રકારના આર્થિક ખર્ચથી બચી શકાય છે.

ઈન્સ્યોરન્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે કાર ઈન્સ્યોરન્સ લેતી વખતે ઝીરો ડેપ્રિશિયેશન કવર (Zero Depreciation Cover) લેવા પર જ તમે એન્જિન કવર લઈ શકો છો. ઝીરો ડેપ્રિશિયેશન કવર વગર તમે એન્જિનનું કવરેજ મેળવી શકતા નથી. એન્જિન વરસાદના પાણી ઉપરાંત ઈંધણમાં ખામીને કારણે પણ બગડી શકે છે. કારનો સૌથી મોંઘો ભાગ એન્જિન જ હોય છે, તેથી તેનું કવરેજ ખૂબ મહત્વનું છે.

આ પણ વાંચો...Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

એન્જિન કવર લેવાથી ગિયર બોક્સ અને તેને સંબંધિત પાર્ટ્સના રિપેરિંગ તથા બદલવાના ખર્ચમાં મદદ મળે છે. સામાન્ય કાર ઈન્સ્યોરન્સમાં ક્લેમ વખતે કંપનીઓ પાર્ટ્સના આયુષ્ય અને તેની કિંમતના આધારે ઘસારો કાપી લે છે. પરંતુ ઝીરો ડેપ્રિશિયેશન ઈન્સ્યોરન્સ લેવાથી ક્લેમમાં ખરાબ થયેલા પાર્ટ્સનો પૂરો પૈસો મળી જાય છે. નેશનલ હાઈવે પર કે લાંબા અંતરની મુસાફરી દરમિયાન કાર બગડે ત્યારે આ પ્રકારની ઈન્સ્યોરન્સ સેવાઓ વધુ ઉપયોગી સાબિત થાય છે.

કાર ઈન્સ્યોરન્સમાં 'રિટર્ન ટુ ઈન્વોઈસ' (Return to Invoice Cover) કવરેજ પણ હોય છે. સામાન્ય રીતે કાર ચોરી થાય ત્યારે ઈન્સ્યોરન્સ કંપનીઓ કારની વર્તમાન બજાર કિંમત (IDV) મુજબ ચુકવણું કરે છે. જોકે આ કવર લેવાથી કાર ચોરી થાય કે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થાય ત્યારે કંપનીઓ કારના નવા મોડલની ઓન-રોડ કિંમત સુધીનું વળતર આપી શકે છે. રિટર્ન ટુ ઈન્વોઈસ કવર લેવા માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે. નવી કાર ખરીદનારાઓ માટે આ કવર ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

એડ-ઓન કવરથી પણ થશે બચત:

કોઈપણ કારનો બેઝિક ઈન્સ્યોરન્સ હંમેશા દરેક નુકસાનને કવર કરતો નથી. કેટલીકવાર નાના-નાના પાર્ટ્સનો ખર્ચ ગ્રાહકે જાતે ભોગવવો પડે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો જરૂરિયાત અને વપરાશ મુજબ વીમા સાથે એડ-ઓન (Add-on) પસંદ કરવાની સલાહ આપે છે. આ એડ-ઓન માટે થોડું વધારાનું પ્રીમિયમ આપીને ભવિષ્યમાં મોટી બચત કરી શકાય છે.

  • રોડસાઈડ અસિસ્ટન્સ (Roadside Assistance): જો રસ્તામાં કાર બગડી જાય, બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, ટાયર પંચર થાય કે ઈંધણ પૂરું થઈ જાય, તો રોડસાઈડ અસિસ્ટન્સ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેમાં 24 કલાક ટોઈંગ, ટાયર બદલવું, જમ્પ સ્ટાર્ટ અને ફ્યુઅલ ડિલિવરી જેવી સેવાઓ મળે છે. હાઈવે કે લાંબા અંતરની મુસાફરી કરનારાઓ માટે આ ખૂબ ઉપયોગી એડ-ઓન છે.
  • એન્જિન પ્રોટેક્શન કવર (Engine Protection Cover): એન્જિન કોઈપણ કારનો સૌથી મોંઘો ભાગ છે. પાણી ભરાવું, ઓઈલ લીકેજ કે હાઈડ્રોસ્ટેટિક લોક જેવી પરિસ્થિતિઓમાં સામાન્ય ઈન્સ્યોરન્સ કવરેજ આપતો નથી. એન્જિન પ્રોટેક્શન કવર એન્જિન, ગિયરબોક્સ અને તેનાથી જોડાયેલા જરૂરી પાર્ટ્સના સમારકામ કે બદલવાનો ખર્ચ કવર કરવામાં મદદ કરે છે. પૂર ગ્રસ્ત કે ખરાબ રસ્તાઓ ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વિશેષ ફાયદાકારક છે.
  • કન્ઝ્યુમેબલ્સ કવર (Consumables Cover): અકસ્માત પછી રિપેરિંગ દરમિયાન એન્જિન ઓઈલ, ગ્રીસ, બોલ્ટ, નટ, વોશર અને અન્ય કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ સામાન્ય ઈન્સ્યોરન્સમાં સામેલ હોતો નથી. આવા સમયે કન્ઝ્યુમેબલ્સ કવર આ વધારાના ખર્ચને કવર કરે છે, જેથી ક્લેમ વખતે ખિસ્સામાંથી પૈસા ખર્ચવાની જરૂરિયાત ઘટી જાય છે.

કોના માટે જરૂરી છે આ એડ-ઓન?

જો તમારી કાર નવી છે, તમે રોજ લાંબુ અંતર કાપો છો, પૂરથી પ્રભાવિત વિસ્તારમાં રહો છો અથવા અવારનવાર હાઈવે પર મુસાફરી કરો છો, તો આ એડ-ઓન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. યોગ્ય એડ-ઓન પસંદ કરવાથી ક્લેમ વખતે થતા આર્થિક નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.

Frequently Asked Questions

એન્જિન કવર લેવા માટે કયા વીમાની જરૂર પડે છે?

એન્જિન કવર લેવા માટે ઝીરો ડેપ્રિશિયેશન કવર હોવું ફરજિયાત છે. તેના વગર તમે એન્જિનનું કવરેજ મેળવી શકતા નથી, કારણ કે તે એક એડ-ઓન છે.

ચોમાસામાં કારના એન્જિનને શું નુકસાન થઈ શકે છે?

ચોમાસામાં પાણી ભરાવાથી કે ઈંધણમાં ખામીને કારણે કારનું એન્જિન બગડી શકે છે. એન્જિન કારનો સૌથી મોંઘો ભાગ હોવાથી તેનું રિપેરિંગ પણ મોંઘું હોય છે.

ઝીરો ડેપ્રિશિયેશન કવરના મુખ્ય ફાયદા શું છે?

આ કવર ક્લેમ વખતે ખરાબ થયેલા પાર્ટ્સનો ઘસારો કાપ્યા વિના પૂરા પૈસા અપાવે છે. સામાન્ય ઈન્સ્યોરન્સમાં કંપનીઓ પાર્ટ્સના આયુષ્ય મુજબ ઘસારો કાપી લે છે.

'રિટર્ન ટુ ઈન્વોઈસ' કવર શું ફાયદો આપે છે?

આ કવર કાર ચોરી થાય કે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થાય ત્યારે કંપનીઓ કારના નવા મોડલની ઓન-રોડ કિંમત સુધીનું વળતર આપે છે. આ માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે.

એડ-ઓન કવર શા માટે લેવા જરૂરી છે?

બેઝિક ઈન્સ્યોરન્સ દરેક નુકસાનને કવર કરતો નથી, તેથી એડ-ઓન કવર જરૂરી છે. તે ભવિષ્યમાં થતા મોટા આર્થિક ખર્ચથી બચવામાં મદદ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Embed widget