શોધખોળ કરો

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર

Aadhaar Name Change: જો લગ્ન પછી તમે તમારું નામ કે સરનેમ બદલી રહ્યો છો, તો માત્ર બેંક એકાઉન્ટ, પાન કાર્ડ કે પાસપોર્ટમાં નવું નામ અપડેટ કરાવવું પૂરતું નથી, પરંતુ આધાર કાર્ડમાં પણ નવું નામ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લગ્ન પછી આધાર કાર્ડમાં નામ અપડેટ કરાવવું અનિવાર્ય છે.
  • નામ અપડેટ માટે પાસપોર્ટ, પાન, લગ્ન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો.
  • UIDAI વેબસાઈટ પરથી એપોઈન્ટમેન્ટ બુક કરી શકાય છે.
  • પછી આધાર કેન્દ્ર પર જઈ દસ્તાવેજો, બાયોમેટ્રિક ચકાસણી કરાવો.

Aadhaar Name Change: જો લગ્ન પછી તમે તમારું નામ કે સરનેમ બદલી રહ્યો છો, તો માત્ર બેંક એકાઉન્ટ, પાન કાર્ડ કે પાસપોર્ટમાં નવું નામ અપડેટ કરાવવું પૂરતું નથી, પરંતુ આધાર કાર્ડમાં પણ નવું નામ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે. જોકે, લોકો અવારનવાર આ મહત્વપૂર્ણ અપડેટને અવગણે છે, જેના કારણે તેમને પાછળથી અન્ય દસ્તાવેજોના વેરિફિકેશન અને ઓળખ ચકાસણી વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આધાર કાર્ડ આજે દરેક મહત્વપૂર્ણ કામ માટે અનિવાર્ય છે, પછી તે બેંકિંગ કામકાજ હોય, નવું સિમ કાર્ડ લેવું હોય કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો હોય. તેથી, જો લગ્ન કે અન્ય કોઈ કાયદેસરના કારણે નામ બદલવું પડે, તો આધાર રેકોર્ડને વહેલી તકે અપડેટ કરાવવો અત્યંત જરૂરી છે.

આધાર કાર્ડમાં નામ અપડેટ કરાવવાની જરૂરિયાત ત્યારે ઊભી થાય છે જ્યારે નામના સ્પેલિંગમાં ભૂલ હોય, કાનૂની પ્રક્રિયા હેઠળ નામ બદલવામાં આવ્યું હોય, લગ્ન પછી નામ કે અટક બદલાઈ હોય અથવા અન્ય કોઈ માન્ય કારણોસર નામ બદલવાનું થાય. નામ અપડેટ કરાવવા માટે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, મતદાર ઓળખપત્ર (વોટર આઈડી), મેરેજ સર્ટિફિકેટ (લગ્ન નોંધણી પ્રમાણપત્ર), ગેઝેટ નોટિફિકેશન, સરકારી વિભાગ દ્વારા જારી કરાયેલું ફોટો ઓળખપત્ર અથવા બેંક કે પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક જેવા દસ્તાવેજો ઉપયોગી થાય છે. સામાન્ય રીતે અલગ-અલગ કિસ્સાઓમાં અલગ દસ્તાવેજો માંગવામાં આવી શકે છે, તેથી અરજી કરતા પહેલા UIDAI ની સત્તાવાર યાદી ચકાસી લેવી હિતાવહ છે.

આ પણ વાંચો...Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ

આધાર કાર્ડમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરીને નામ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તે માટે સૌપ્રથમ UIDAI ની વેબસાઈટ પર જઈને ‘My Aadhaar’ વિભાગમાં ‘બુક એન એપોઈન્ટમેન્ટ’ વિકલ્પ પસંદ કરવાનો રહે છે. ત્યારબાદ તમારું શહેર પસંદ કરી મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા લોગિન કરીને નામ અપડેટનો વિકલ્પ પસંદ કરો. અનુકૂળ તારીખ અને સમય નક્કી કરીને એપોઈન્ટમેન્ટ બુક કરી શકાય છે. ત્યારબાદ નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને આધાર અપડેટ ફોર્મ ભરવું, નામ બદલવા સંબંધિત દસ્તાવેજો જમા કરાવવા, બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરવી અને નક્કી કરેલી ફી ચૂકવવાની રહે છે. અરજી સબમિટ થયા પછી તમને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) મળશે, જેની મદદથી તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.

Frequently Asked Questions

આધાર કાર્ડમાં નામ બદલવું શા માટે મહત્વનું છે?

લગ્ન કે કાયદેસરના કારણે નામ બદલાય ત્યારે આધાર અપડેટ કરવું જરૂરી છે. તે વગર બેંકિંગ, સિમ કાર્ડ કે સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

આધાર કાર્ડમાં નામ બદલવા માટે કયા દસ્તાવેજો જોઈએ?

પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, મેરેજ સર્ટિફિકેટ, મતદાર ઓળખપત્ર કે બેંક પાસબુક જેવા દસ્તાવેજો ઉપયોગી છે. ચોક્કસ દસ્તાવેજો માટે UIDAI ની યાદી ચકાસવી હિતાવહ છે.

આધાર કાર્ડમાં નામ અપડેટ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી?

UIDAI વેબસાઈટ પર 'માય આધાર' વિભાગમાં 'બુક એન એપોઈન્ટમેન્ટ' પસંદ કરો. શહેર પસંદ કરી, મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગિન કરીને નામ અપડેટનો વિકલ્પ અને સમય બુક કરો.

નામ અપડેટ અરજીનું સ્ટેટસ કેવી રીતે ટ્રેક કરી શકાય છે?

અરજી સબમિટ કર્યા પછી તમને એક અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) મળે છે. આ URN નો ઉપયોગ કરીને તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
Advertisement

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget