શોધખોળ કરો

ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો

IRCTC New Website: IRCTCની નવી વેબસાઈટનું બીટા વર્ઝન લાઈવ કરી દેવામાં આવ્યું છે. આ વર્ઝન વર્તમાન પ્લેટફોર્મની સરખામણીમાં 5 ગણો વધુ ટ્રાફિક હેન્ડલ કરી શકે છે. આગામી મહિને આ વેબસાઈટનું પબ્લિક લોન્ચિંગ કરી દેવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IRCTCનું નવું વેબસાઇટ બીટા વર્ઝન, મુસાફરો માટે લોન્ચ.
  • કેપ્ચા દૂર કરાતા, બુકિંગ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
  • દર મિનિટે દોઢ લાખ ટિકિટ બુકિંગ, ક્ષમતા વધશે.
  • પેસેન્જર વિગતો સેવ થવાથી, તત્કાલ બુકિંગ પણ સરળ.

IRCTC New Website:  લાંબી રાહ જોયા બાદ આખરે IRCTCની નવી વેબસાઈટનું બીટા વર્ઝન લોન્ચ થઈ ગયું છે. આની મદદથી પબ્લિક રિલીઝ પહેલા જ મુસાફરો એ જોઈ શકશે કે નવા પ્લેટફોર્મ પર તેમને કયા-કયા નવા ફીચર્સ મળવાના છે. નવી વેબસાઈટના બીટા વર્ઝનને IRCTCની વર્તમાન વેબસાઈટ દ્વારા જ એક્સેસ કરી શકાય છે. બીટા વર્ઝનમાંથી મળેલા ફીડબેકના આધારે જરૂરી સુધારા કરીને વેબસાઈટને પબ્લિક માટે લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે 15 ઓગસ્ટની આસપાસ આ નવી વેબસાઈટને લોન્ચ કરી દેવામાં આવશે. બીટા વર્ઝનમાં ન તો કેપ્ચાની માથાકૂટ રહેશે અને કેપેબિલિટી વધવાને કારણે દર મિનિટે દોઢ લાખ ટિકિટો બુક થઈ શકશે.

બીટા વર્ઝનમાં શું મળ્યું છે?

રેલ મંત્રાલયનું કહેવું છે કે બીટા વેબસાઈટમાં ટિકિટ બુકિંગ પ્રોસેસને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવી ડિઝાઇનમાં એક સાફ-સુથરો લેઆઉટ આપવામાં આવ્યો છે. જેની મદદથી ટિકિટ બુકિંગ ઝડપી અને સરળ બનશે. સૌથી મોટા ફેરફાર તરીકે રેલવેએ બિનજરૂરી કેપ્ચા, પોપ-અપ્સ અને ફ્લેશિંગ ગ્રાફિક્સને હટાવી દીધા છે. જેના કારણે ટિકિટ બુક કરવી એ એક ઝંઝટભર્યું કામ લાગતું હતું. હવે આ બધું હટાવીને રેલવે એક સ્મૂધ એક્સપિરિયન્સ આપવા માંગે છે. તમે બ્રાઉઝરમાં https://www.irctc.co.in/eticket/train-search સર્ચ કરીને બીટા વર્ઝનને એક્સેસ કરી શકો છો.

આ પણ વાંચો...Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી

મુસાફરોને થશે આ ફાયદો

નવી વેબસાઈટ આવ્યા પછી ટિકિટ બુકિંગની પ્રોસેસ સરળ અને ટૂંકી થઈ જશે. આ કારણે ટિકિટ ઝડપથી બુક થઈ શકશે. તત્કાલ બુકિંગમાં આ બાબત વધુ કામની સાબિત થશે, જ્યાં દરેક સેકન્ડ મહત્વની હોય છે. નવી વેબસાઈટની બીજી એક ખાસિયત પણ છે. આમાં પેસેન્જર ડિટેલ્સ સેવ રહેશે, જેથી દર વખતે ટિકિટ બુક કરતી વખતે ફરીથી વિગતો ભરવી નહીં પડે. ભારતીય રેલવેમાં વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ ફીચર સમય બચાવશે.

દર મિનિટે બુક થઈ શકશે એક લાખથી વધુ ટિકિટો

રિપોર્ટ્સ અનુસાર, નવા પ્લેટફોર્મ પર દર મિનિટે 1.5 લાખ ટિકિટ બુક થઈ શકશે. વર્તમાન સિસ્ટમની ક્ષમતા માત્ર 32,000 ટિકિટની જ છે. આ જ કારણે ઘણી વખત તત્કાલ બુકિંગ શરૂ થતાં જ સર્વર ક્રેશ થઈ જાય છે અને લોકોને ટિકિટ બુક કરવામાં મોટી મુશ્કેલી પડે છે. નવું પ્લેટફોર્મ આવ્યા પછી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આવી જ રીતે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમના બેકએન્ડને પણ બહેતર બનાવવામાં આવી રહ્યું છે. તે દર મિનિટે વર્તમાન 4 લાખની જગ્યાએ 40 લાખથી વધુ ઇન્ક્વાયરી હેન્ડલ કરી શકશે. સરળ ભાષામાં સમજીએ તો, રેલવેની નવી વેબસાઈટ વર્તમાન પ્લેટફોર્મની સરખામણીમાં 5 ગણો ટ્રાફિક હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે. આનાથી એવી આશા રાખવામાં આવી રહી છે કે સર્વર ક્રેશ નહીં થાય અને લોકો સમયસર ટિકિટ બુક કરી શકશે.

Frequently Asked Questions

IRCTC ની નવી વેબસાઈટના બીટા વર્ઝનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

તે પબ્લિક રિલીઝ પહેલા મુસાફરોને નવા ફીચર્સ જોવા દેશે. બીટા વર્ઝનમાંથી મળેલા ફીડબેકના આધારે વેબસાઈટમાં સુધારા કરવામાં આવશે.

નવી વેબસાઈટ મુસાફરોને કઈ રીતે ફાયદાકારક રહેશે?

ટિકિટ બુકિંગ પ્રોસેસ સરળ અને ઝડપી બનશે. બિનજરૂરી કેપ્ચા હટાવી દેવાયા છે અને મુસાફરની વિગતો સેવ રહી શકશે, જેથી સમય બચશે.

નવી IRCTC વેબસાઈટની ટિકિટ બુક કરવાની ક્ષમતા કેટલી હશે?

નવા પ્લેટફોર્મ પર દર મિનિટે 1.5 લાખ ટિકિટ બુક થઈ શકશે, જે વર્તમાન સિસ્ટમની 32,000 ટિકિટની ક્ષમતા કરતાં ઘણી વધારે છે.

IRCTC ની નવી વેબસાઈટનું પબ્લિક લોન્ચ ક્યારે થવાની શક્યતા છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવી વેબસાઈટને 15 ઓગસ્ટની આસપાસ લોન્ચ કરી દેવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget